Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

અલીનગર કોલોની પાસે રસ્તા પર ગંદકીનો થર

ધોરાજી : ધોરાજી નગરપાલિકાના વોર્ડ ન. સાત માં આવેલ અલીનગર વિસ્તાર સામે મુખ્ય રોડ પર છેલ્લા દ્યણા સમયથી કચરો અને ગંદકીના થર જામ્યા છે. આ મામલે નગરપાલિકાના સતાધીશોને ગંદકી નજરે પડતી નથી. પૂરો માર્ગ કચરાથી ઢંકાઈ ગયો છે. દ્યણા લાંબા સમયથી આ કચરો સાફ કરવા માટે રજુઆત કરાઈ છે. પરંતુ ગંદકી ઉપાડવા કોઈ ઉકેલ ન આવતો હોવાથી લોકોએ આ ગંદકી માંથી પસાર થવું પડે છે. અને દિવસ દરમિયાન લતાવસીઓ એ ભયંકર દુર્ગંધનો સામનો કરવો પડે છે. હાલ એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે. ઋતુઓનું સવનન કાળ ચાલી રહ્યો હોય અને તેમાં ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે.

(11:53 am IST)