Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ભાવનગરના બેલા ગામમાં સવા કિલો ગાંજા સાથે દલપતભારથી ગૌસ્વામી ઝડપાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૮ : ગુજરાત રાજયના અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ એન્ડ રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગર ઝુંબેશના ભાગરૂપે ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષકશ્રી અશોક કુમારની સુચના અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ની રાહબરી નીચે એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે દલપતભારથી ઉર્ફે દલુભાઇ કાળુભારથી મોતીભારતી ગૌસ્વામી ઉ.વ.૫૬ રહેવાસી ગામ- બેલા, બેલનાથ મહાદેવ મંદિર તાલુકો ગારીયાધાર જીલ્લો ભાવનગર વાળાના ઘરે નાર્કોટીકસ અંગે રેઇડ કરી મજકુર ઇસમના ઘરેથી વનસ્પતિ જન્ય સુકો ગાંજો વજન ૧ કિલો ૨૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૦,૨૦૦ સાથે ઝડપી પાડી મજકુર આરોપી સામે NDPS એકટ તળે કાયદેસર કાર્યવાહી એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ ઉલવાએ ફરિયાદ આપી ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ રેઇડ દરમ્યાન ભાવનગર એફ.એસ.એલ.ના અધિકારીશ્રી આર.સી.પંડયાએ સ્થળ તપાસણી કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ની રાહબરી નીચે એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ તથા બલવિરસિંહ જાડેજા તથા હરેશભાઇ ઉલવા તથા વિજયસિહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર તથા હારીતસિંહ ચૌહાણ તથા ચિંતનભાઇ મકવાણા તથા ડ્રાઇવર મુકેશભાઇ કંડોલીયા તથા ભોજાભાઇ બરબસીયા જોડાયા હતા.

(11:59 am IST)