Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જુનાગઢમાં ઝુંપડપટ્ટી રેગ્યુલરાઇઝડ કરવા બાબતે હલ્લાબોલ

જુનાગઢ, તા. ૮ : ઝુપડપટ્ટી રેગ્યુલાઈઝ મુદે ઝુંપડપટ્ટી ના લોકોએ હલ્લાબોલ કરતા મહાનગરપાલિકાના કમિશ્રનર તુષાર સુમેર  મેયર ધીરૂભાઈ ગોહિલ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રાકેશભાઈ ધૂલેશિયા દંડક  ધર્મેશભાઈ ડાન્ગર તેમજ જૂનાગઢ ના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ દિવસ-૫ મા ઝુપડપટ્ટી મુદે હાઉસટેકસ લેવા બાબતે બાહેંધરી આપેલ છે. આ તકે હલ્લબોલમાં ઝુપડપટ્ટી ના આગેવાનો તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત ભાઈ પટેલ તેમજ સૌરાષ્ટ્ર દલિત સંગઠના પ્રમુખ દેવીન ભાઈ વણવી નિખિલ ભાઈ ચૌહાણ ખોડાભાઈ મકવાણા વિજય ભાઈ પરમાર તેમજ સફાઈ કામદાર યુનિયન ના આગેવાનો સામાજીક આગેવાનો પ્રદીપ ભાઈ જેઠવા મહિલા શહેર પ્રમુખ શારદા બેન કથિરીયા લુહાણા સમાજ ના યુવા આગેવાન જીતુભાઈ લાખાણી ઉપસ્થિત રહિયા હતા આ તકે સમાજ ને એક થવા ઝુપડપટ્ટી મુદે સંગઠન બનવા માલધારી સમાજ ના આગેવાન રાજુ ભાઈ કોડયાતર હાકલ કરેલ હતી તેમજ આગામી દિવસ-૫મા મહાનગરપાલિકાના સતાધિસો ઝુપડપટ્ટી મુદે ન્યાય નિર્ણય નહીં કરે તો જેલભરો આંદોલન ની ચિમકી ધર્મેશ ભાઈ પરમારે આપેલ છે.

(12:52 pm IST)