Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જેતપુર અને પોરબંદર નેશનલ હાઇ-વે ઉપર ગાબડા છતા તોતીંગ ટોલટેક્ષ ઉઘરાવતા મહિલા કોંગ્રેસનો આક્રોશ

પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જેતપુર મહિલા પ્રમુખ શારદાબેન વેગડાની આગેવાનીમાં ઉગ્ર રજુઆત

રાજકોટ,તા. ૮: ગુજરાત પ્રદેશ મહિલા કોગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને જેતપુર શહેર મહિલા કોગ્રેસ પ્રમુખ શારદાબેન વેગડાની આગેવાનીમાં જેતપુર શહેરના રોડ રસ્તા ઉપર પડેલા ગાબડા ઓ રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે ઉપર પણ રોડ ઉપરના ગાબડા ઓ છતા ઉઘરાવાતા તોતીંગ ટોલ-ટેક્ષ ના પ્રશ્ર્નો સહિતના મુદ્દાઓએ મહિલા કોગ્રેસ રોડ ઉપર ઉતરી ભાજપ સરકારના ભ્રષ્ટ તંત્રને ઢંઢોળશે.

આ અંગે જેતપુર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે કે, રાજયમાં પડેલઙ્ગ ભારેથી અતિભારે વરસાદના કારણે સમગ્ર રાજયના રોડ-રસ્તાઓ ને ભારે નુકસાન થવા પામેલ છે. પરંતુ રાજકોટના સિમાડે થી પસાર થઈ પોરબંદર સુધી પહોંચતા રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર વગર વરસાદે પણ રોડ ઉપર કાયમીઙ્ગ ખાડાઓ જ હોય છે અને તેમાં પણ ખાસ કરીને રોડ પર આવતા નદી-નાળાં નાઙ્ગ પુલિયા ઓ બાયપાસ ઉપર ના ઓવરબ્રિજ ઉપર રોડની હાલત ખૂબ જ ખરાબ હોય છે. જે અંગે નેશનલ ઓથોરિટી દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી અને આ કામના જવાબદાર લોકોને છાવરવામાં આવતા હોય એવું સ્પષ્ટ દેખાય છે.ઙ્ગ અને રોડ રસ્તાની હાલત જોતા તંત્ર દ્વારા મિલીભગત કરી મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.

 રજુઆતમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રીય રાજમાર્ગ ના નિર્માણમાં રોડ રસ્તા ના નિયમો અનુસાર દર ત્રણ વર્ષે રીન્યુ કાર્ડ આપેલ હોય છે. ગેરેન્ટી પિરિયડ હોવા છતાં અત્યાર સુધીમાં જવાબદાર કોન્ટ્રાકટર પાસેથીઙ્ગ કેટલી પેનલ્ટી વસૂલવામાં આવી? અને કયા પ્રકારના પગલાં ભરવામાં આવ્યા તેની વિગતો જાહેર કરવી.

નેશનલ હાઈવેના નિયમ અનુસાર કરંટ ટેકનોલોજી પ્રમાણે રોડનું પાંચ વર્ષ માટે મજબૂતીકરણ કરવામાં આવે છે છતાં કયા ટેકનિકલ કારણોસર આ રોડ રસ્તા તૂટી ગયા છે? તેની જવાબદારી કોની? તે જાહેર કરવામાં આવે. વારંવાર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વરસાદનું બહાનું કાઢીને રોડ રિપેર કરવામાં આવતો નથી પરંતુ સમગ્ર દુનિયામાં ઠંડો ડામર વાપરવામાં આવે જ છે.ઙ્ગ મુંબઈ જેવા મહાનગરમાં પણ બીજા જ દિવસે ડામર કામ થઈ જાય છે તો નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા શા માટે આવી કામગીરી કરવામાં આવતી નથી ? રાષ્ટ્રીય રાજમાર્ગ અધિનિયમ૧૯૫૬ ના નિયમોમાંઙ્ગ સ્પષ્ટ જોગવાઈ છે કેઙ્ગ રાષ્ટ્રીય રાજમાર્ગ નો વિકાસ અને રક્ષણ નું ઉત્ત્।રદાયિત્વની જવાબદારી ભારત સરકારની છે. તો શા માટે નેશનલ હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારી દ્વારા સમયાંતરે રોડનું નિરીક્ષણઙ્ગ કરી તેનોઙ્ગ રિપોર્ટ સરકારને મોકલવામાં આવતો નથી? કે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી? રાષ્ટ્રીય રાજમાર્ગ ને આજની સ્થિતિ સુધી નુકશાન પહોંચાડનાર આ કામના જવાબદાર કોન્ટ્રાકટર અને જવાબદાર અધિકારીનીઙ્ગ ફરજ બેદરકારીઙ્ગ સબબઙ્ગ રાષ્ટ્રીય રાજમાર્ગ અધિનિયમઙ્ગ ૧૯૫૬ ના નિયમઙ્ગ ૮ઙ્ગ ખ મુજબ અનેઙ્ગ ૮ અ ની ઉપધરા (૧)ઙ્ગ ના જણાવ્યા મુજબ તેમના દ્વારા આ નુકસાની પહોંચાડી હોવાનું સાબીત થાય છે.ઙ્ગ ત્યારે તેમની સામેઙ્ગ દંડાત્મકઙ્ગ તેમજ શિક્ષાત્મકઙ્ગ કાર્યવાહી કરવા ગાયત્રીબા વાઘેલા પ્રમુખ,  ગુજરાત મહિલા કોંગ્રેસ શારદાબેન વેગડ પ્રમુખ જેતપુર શહેર મહિલા કોંગ્રેસએ માંગણી કરી છે.

(12:56 pm IST)