Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ડુંગર-હીર મહા મહિલા મંડળોનું ઓનલાઇન ૧૩મું અધિવેશન યોજાયુ

આદર્શ યોગીની પૂ.ભદ્રાબાઇ મ.સ. દ્વારા સ્થાપીત ગોંડલ સંપ્રદાય સંચાલીત પૂ.અજીતાબાઇ મ., પૂ.ડો.પન્નાબાઇ મ. સંયોજીત

રાજકોટ,તા. ૮: ગોંડલ સંપ્રદાયના ગુરૂપ્રાણ પરિવારના તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા. એવં પૂજયવરા અપૂર્વશ્રુત આરાધિકા પૂ. મુકતલીલમ ગુરૂણીના સુશિષ્યા અખંડ સેવાભાવી પૂ. ભદ્રાબાઈ મહાસતીજી ના સુશિષ્યા તપસ્વીની પૂ. કલ્પનાબાઈ મહાસતીજી, પ્રવચન પ્રભાવિકા પૂ. અજીતાબાઈ મહાસતીજી, પૂ. ભવિતાબાઈ મહાસતીજી, પૂ. હેમાંશીબાઈ મહાસતીજી, પૂ. વિનિતાબાઈ મહાસતીજી ઠાણા–પ ચાતુર્માસ બિરાજીત છે. તેમજ વર્તમાન કોરોના ના કારણે રાજકોટ ના વિવિધ ક્ષેત્રમાં ચાતુર્માસ બિરાજીત ગુજરાત રત્ન  પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા., સરલ સ્વભાવી પૂ. વિજયાબાઈ મહાસતીજી, આદર્શ યોગિની પૂ. પ્રભાબાઈ મહાસતીજી, સરલમના પૂ. સાધનાબાઈ મહાસતીજી, પૂ. દીક્ષિતાબાઈ મહાસતીજી, પૂ. રાજેમતિબાઈ મહાસતીજી, સદાનંદી પૂ. સુમતિબાઈ મહાસતીજી, પૂ. વિનોદીનીબાઈ મહાસતીજી, પૂ. કલ્પનાબાઈ મહાસતીજી, પૂ. સુનિતાબાઈ મહાસતીજી, પૂ. રૂપાબાઈ મહાસતીજી આદી ઠાણા–૩૦ ના સુમંગલ સાંનિઘ્યમાં દિવ્ય સ્વરૂપા, પ્રગટ પ્રભાવિકા, નિડર વકતા પૂ. ધનકુંવરબાઈ મહાસતીજીની ર૭મી વાર્ષિક પુણ્ય સ્મૃતિ ઉપલક્ષે ૧૩મું મહા અધિવેશન સફળતા પૂર્વક સંપન્ન કરેલ છે. આ કાર્યની સંપૂર્ણ સફળતાનો યશ શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ–સી.એમ.શેઠ પૌષધશાળાના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ જેમણે તન–મન–ધનનો શકિત સમયનું યોગદાન આપી જિન શાસન પ્રભાવનામાં સહયોગી બન્યા છે. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની કમિટિ મેમ્બરનો સંપૂર્ણ સાથ અને સહયોગ પ્રાપ્ત થયેલ છે.

આ અવસરે શ્રી ડુંગર–હીર મહા મહિલા મંડળના સંચાલક બહેનો સર્વ શ્રીમતિઓ સુલોચનાબેન ગાંધી, વિણાબેન શેઠ, પ્રગતિબેન શેઠ, પ્રવિણાબેન દોશી, નીરૂબેન પારેખ, અલ્પાબેન દેસાઈ તેમજ એકટીવ ગૃપે સુંદર સહયોગ આપેલ છે. આ અધિવેશનના ટેકનોલોજીની કળા કુશળલતામાં પ્રવિણ એવા મેહુલભાઈ રવાણી એ દિનરાત મહેનત કરીને સફળ બનાવવામાં સંપૂર્ણ સહયોગનું યોગદાન આપેલ છે. તેમજ જજ તરીકે તેરવરસથી આ અધિવેશન સાથે જોડાયેલા એવા  સંજયભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ કામાણી,  ભાવેશભાઈ શાહનો પણ સહયોગ રહેલ છે.

આ અવસરે ગરૂપ્રાણ પરિવારના પૂ. ગુરૂભગવંતો શાસ્ત્ર દિવાકર પૂ. મનોહરમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા., ક્રાંતિકારી સદ્ગુપ્રદેવ પૂ. પારસમુનિ મ.સા. ના આશિર્વચન સાથે વિકાસના વિવિધ સોપાનરૂપ માર્ગદર્શન પ્રાપ્ત થયેલ છે. તેમજ વડિલ પૂ. ગુપ્રણી ભગવંતો સંપ્રદાય વરિષ્ઠા પૂ. પ્રાણકુંવરબાઈ મ., સરલમના પૂ. વિજયાબાઈ મ., આદર્શ યોગિની પૂ. પ્રભાબાઈ મ., પૂ. વનિતાબાઈ મ., પૂ. દીક્ષિતાબાઈ મ., સદાનંદી પૂ. સુમતિબાઈ મ., પૂ. રાજેમતિબાઈ મ., પૂ. વીરમતીબાઈ મ., પૂ. હસ્મિતાબાઈ મ.,               પૂ. સુધાબાઈ મ., પૂ. ઉર્મિલાબાઈ મ., પૂ. ડોલરબાઈ મ., પૂ. સંગીતાબાઈ મ., પૂ. અમિતાબાઈ મ.,  પૂ. સુનિતાબાઈ મ., પૂ. રૂપાબાઈ મ., આદીના આશિર્વચન સાથે શુભકામના વ્યકત કરેલ હતી.

આ અધિવેશનના વર્તમાન સંચાલિકા પ્રવચન પ્રભાવિકા પૂ. અજીતાબાઈ મહાસતીજીએ પોતાના પ્રવચનમાં મહામંડળનો પરિચય મંડળની સર્વ એકટીવીટી ૧૩ અધિવેશનો આછો અહેવાલ ભવિષ્યના આયોજનો સાથે મંડળના બહેનોને પ્રભાવક પ્રવચન દ્વારા સંદેશ પાઠવેલો હતો.

તેમજ આ અવસરે જેમના સંપૂર્ણ સહયોગથી જેમના આશ્રમમાં ચોથા મહા અધિવેશનનું આયોજન કરેલ. એવા સમસ્ત ભારતના સંત સમાજના પ્રમુખ મહંત પૂ. મુકતા નંદબાપુ તેમજ સતાધાર તિર્થધામના મહંત વિજયદાસ બાપુએ મંગલ સંદેશ પાઠવેલ હતો.

તેમજ ગુજરાતના મહામંત્રી માનનિય વિજયભાઈ રૂપાણીના શુભ સંદેશ લઈને આવેલા અંજલીબેન વિજયભાઈ રૂપાણીએ મંડળના બહેનોને તેમજ સંઘને અભિનંદન પાઠવેલ હતા. આ સાથે રાજકોટના પ્રસિઘ્ધ એડવોકેટ અને સાંસદ એવા ભાઈ અભયભાઈ ભારદ્વાજ પોતાનો શુભ સંદેશ પાઠવેલ હતો.

આ પ્રસંગે ચંદ્રકાંતભાઈ શેઠે જીવદયા પ્રેરણા અને અધિવેશનની ગતિવિધિ માટેનું પ્રવચન આપેલ તેમજ પ્રવિણભાઈ કોઠારીએ પોતાના પ્રવચન દ્વારા સુંદર પ્રતિભાવ વ્યકત કરેલ હતો.ધન્વીબેન ગાંધીએ  સ્વાગત નૃત્યગીત તથા નીરૂબેન પારેખે તેમજ ચંદ્રકાંતભાઈ શેઠે સ્વાગત પ્રવચન કરેલ હતું.

સુલોચનાબેન ગાંધીએ ગુરૂવર્યોનો એમજ ઉદારદિલા દાતાઓનો ઉપકાર માનેલ હતો. વિણાબેન શેઠે ૧૩ અધિવેશનની ઝલક બતાવી હતી. શ્રીમતી અલ્પાબેન દેસાઈએ જ્ઞાનવર્ધક સર્વ અભિયાનોનો પરિચય આપેલ હતો. શ્રીમતિ પ્રગતિબેન શેઠે સર્વનો આભાર વ્યકત કરેલ હતો. સંજયભાઈ મહેતાએ ટેકનોલોજી શયન એવા મેહુલભાઈ રવાણી, વિદિતીબેન ભીમાણી, સંજયભાઈ મહેતાએ મોનો એકટીંગ દ્વારા માર્ગદર્શન તથા  ચંદ્રકાંતભાઈ કામાણીએ અને શ્રી ભાવેશભાઈ શાહે શ્રઘ્ધા ભકિત ગીત અર્પણ કરેલ હતું.

પૂ. મુકતલીલમ બાગના નાના એવા પૂ. મહાસતીજીઓ એ ગુરૂણી પ્રત્યેની પ્રાર્થના રજુ કરેલ હતી. તેમજ ડુંગર–હીર મહા મહિલા મંડળોના બહેનોએ પોતાના વિવિધ વિષય આધારિત ટેલેન્ટ શો રજુ કરેલ હતા. જેમાં ૧ થી ૪ વિજેતા નિચેના મંડળો બનેલા છે.

(૧)રાજગીરી સાધના સંગીતા મંડળ રાજકોટ,(૨) જયપ્રાણ મહિલા મંડળ કલકતા,(૩) કંકુ મહિલા મંડળ રાજકોટ , (૪) સૂર્ય મહિલા મંડળ હૈદરાબાદ

તેમજ ટેલેન્ટ શો આશ્વાસન ૧ થી ૪ નીચેના મંડળો છે.

(૧)નેમિનાથ વિતરાગ મહિલા મંડળ રાજકોટ, (૨)ડુંગર ગુરુ જૈન મહિલા મંડળ ગોંડલ, (૩ )હરિ જયોત મહિલા મંડળ રાજકોટ (૪) ફુલ આમ્ર પુત્રવધુ મહિલા મંડળ જેતપુર

આ અવસરના સર્વ દાતાઓનો અમો આભાર માનીએ છીએ.

આ સંપૂર્ણ કાર્યનું સુચાપ્ર સંચાલન શ્રી મેહુલભાઈ રવાણી એ કરેલ હતું. સર્વનો ધન્યવાદ..  પૂ. વનિતાબાઈ મ. તેમજ પૂ. રાજેમતિબાઈ મ. ના માંગલિક પ્રસાદ પ્રાપ્ત થયેલ હતો.

(3:55 pm IST)