Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મીઠાપુરમાં જવેલર્સની દુકાનના તાળા તૂટયાં

ખંભાળિયા, તા.૯: આરંભડામાં રહેતાં અને સુરજકરાડી સોની બજારમાં જવેલર્સની દુકાન ધરાવતાં રાજેશભાઈ પ્રાણજીવનભાઈ પાલા (ઉ.વ.૫૦)ના આધેડે મિઠાપુર પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં પોતાની દુકાનમાં કોઈ ચોર ઈસમે દુકાનનું તાડું તોડી ટેબલના ખાનામાથી ચાંદીના દાગીના તથા ઈમીટેશનના દાગીના મળી ફૂલ રૂ.૫૪૫૦ના મુદામાલની ચોરી કરી જતા પોલીસે અજાણ્યા શખસ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

દ્વારકા દરિયાકાંઠેથી રેતી ચોરી

દ્વારકાના દરીયાકાંઠા વિસ્તારમાંથી લાલ કલરના મીયા દાતાર લખેલા ટ્રેકટરમાં ગેરકાયદેસર રેતીની ચોરી કરી હેરફેર કરવામાં આવતી હોવાની જાણ જિલ્લા ખાણ ખનિજ વિભાગના અધિકારીને થતાં ટ્રેકટરનો પીછો કરતાં ટ્રેકટર ચાલક અન્ય જગ્યાએ રેતી ખાલી કરી ટ્રેકટર લઈ નાશી છૂટતાં ખાણખનીજ વિભાગે ૪ મેટ્રીક ટન રેતી કિ.રૂ.૨૦,૦૦૦ની કબ્જે કરી ટ્રેકટર ચાલક મેઘાભા કારાભા રહે. ઓખા વાળા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

કલ્યાણપુરના ખીરસરામાં જૂગાર રમતાં પાંચ ઝડપાયા

કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે કેટલાક શખસો જાહેરમાં જૂગાર રમતાં હોવાની બાતમીના આધારે ભાટીયા પોલીસે દરોડો પાડતાં જૂગાર રમતાં ભરત ધરણલાંત કદાવલા, ભીમા કેસુર કશેત, કેસુર કાના કદાવલા, રાજા સામત કદાવલા, કરશન મેપા કદાવલા તમામને રોકડ ૧૦,૨૦૦ની મતા સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો.

(11:46 am IST)