Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

પાલિતાણાના બે શખ્સો ૧૭ાા લાખના દારૂ સાથે ઝડપાયા

ભાવનગર,તા.૯ :  એલસીબી પોલીસે કદમગીરી નજીકની પડતર જગ્યામાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઇ ચાર શખ્સોની અટકાયત કરી છે

ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાલીતાણા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન  હેડ કોન્સ જીતુભા ઝાલાને  હકિકત મળેલ કે પાલીતાણામાં રહેતા રવિરાજ ઉર્ફે મુન્નો મોભ તથા નદિમ ઉર્ફે ભાણો એ કદમગીરી (બોદાના નેસ) ગામે આવેલ વાડી વિસ્તારમાં મુકેશ દોશીની વાડીની બાજુમાં સરકારી પડતર જગ્યામાં દારૂનો જથ્થો છુપાવેલ છે. અને તે દારૂનો જથ્થો સગે- વગે કરવાની વાહન સાથેની તૈયારીમાં છે. તે હકિકત આધારે રેઇડ દરમ્યાન(૧) રોયલ ચેલેન્જ પેટી નંગ-૩૨બોટલ નંગ-૩૮૪(ર) રોયલ સ્ટેગ પેટી નંગ-૪૭ બોટલ નંગ- ૫૬૪ (૩) મેકડોવેલ નંબર-૦૧ પેટી નંગ-૧૬૧ બોટલ નંગ-૧૯૩૨ (૪) એપીસોડ વ્હિસ્કી પેટી નંગ-૧૬૪ બોટલ નંગ-૧૯૬૮ કુલ બોટલ નંગ ૪૮૪૮ કિ.રૂ.૧૭,૪૦૧૮૦/- ની ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવેલ તેમજ સ્થળ ઉપરથી એક બોલેરો પીકઅપ વાહન તથા મારૂતિ અલ્ટ્રો તથા હોન્ડા મો.સા. તથા મોબાઇલ નંગ-૦૪ મળી કુલ કિ.રૂ. ૨૦,૨૧,૧૮૦/- નો મુદામાલ સાથે આરોપી (૧) રવિરાજ ઉર્ફે મુન્નો દાનુભાઇ મોભ રહે. પાલીતાણા (ર) નદિમ ઉર્ફે ભોણો ગફારભાઇ ઝુણેજા રહે. પાલીતાણાને હોમ કોરોન્ટાઇન કરી તેઓના વિરૂધ્ધમાં જેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬(બી),૮૧, ૯૮(ર) મુજબનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા રાજપાલસિંહ સરવૈયા તથા તિરૂણસિંહ સરવૈયા તથા કુલદિપસિંહ ગોહિલ તથા શકિતસિંહ સરવૈયા વિગેરે સ્ટાફના માણસો રોકાયા હતા.

(11:51 am IST)