Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મોરબી આમ દ્વારા યુવા જોડો અભિયાન

મોરબી : ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં યુવા જોડો અભિયાન શરૂ કરવામાં આવેલ છે ત્યારે ગુજરાતમાં યુવાનોને પ્રજાહિતની રાજનીતિમાં આગળ લાવવા મોરબી ખાતે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા યુવા જોડો અભિયાન કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા આ પ્રસંગે આપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પોફેસર કિશોરભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલિયા તેમજ સંગઠન મંત્રી અજિતભાઈ લોખીલ ઉપસ્થિત રહ્યા હતા. આગામી આવનાર તમામ ચૂંટણીઓ લડવા માટેની તૈયારીઓ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમ જિલ્લા પ્રભારી ભરત બારોટ, જિલ્લા પ્રમુખ એ.કે.પટેલ તેમજ શહેર પ્રમુખ મહેશ રાજયગુરુની આગેવાનીમાં યોજવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન મીડિયા કો-ઓર્ડીનેટર અને મોરબી શહેર મહામંત્રી પરેશ પારીઆ દ્વારા કરવામાં આવેલઅભિયાન કાર્યક્રમની તસ્વીર. (તસ્વીર - અહેવાલ : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:51 am IST)