Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

જુનાગઢના વરિષ્ઠ વન અધિકારી ડી.ટી.વસાવડાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ

જુનાગઢ-જીલ્લામાં વધુ ૩૬ પોઝીટીવ કેસથી ચિંતા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૯: જુનાગઢના વરિષ્ઠ વન અધિકારી ડી.ટી.વસાવડાને પણ કોરોના થયો હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ સતત વધી રહ્યા છે. ગઇકાલે સતત બીજા દિવસે જિલ્લામાં એકી સાથે કોરોા પોઝીટીવના નવા ૩૬ કેસ સામે આવ્યા હતા. તેમાં સૌથી વધુ જૂનાગઢ સીટીના ૧૮ કેસનો સમાવેશ થાય છે.

જૂનાગઢ ગ્રામ્યમાં બે કેસ તેમજ કેશોદ, ભેંસાણ, માણાવદર, મેંદરડા અને માંગરોળમાં એક-એક કેસ તથા વંથલીમાં ચાર અને વિસાવદર તાલુકામાં ૭ કોરોના પોઝીટીવ કેસ નવા નોંધાતા તંત્ર દોડતુ થઇ ગયુ છે.

ગઇકાલના ૩૬ પોઝીટીવ કેસ સામે ૨૯ દર્દી સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

દરમ્યાનમાં સીસીએફ ડી.ટી.વસાવડાનો રીપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. જેના પગલે તેમના નિવાસ સ્થાને ઉપરાંત આસપાસના વિસ્તારને સેનીટાઇઝ કરવામાં આવેલ.

વન અધિકારી દુષ્યંત વસાવડા સંક્રમિત થતા તેઓ હાલ હોમ કોરોન્ટાઇન થયા છે અને તેમની તબીયત પણ સુધારા ઉપર છે.

(12:57 pm IST)