Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

૧ર મીથી ઝાપટાથી ૩ ઇંચ જેટલો વરસાદ પડશેઃ ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાની આગાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભળીયા તા. ૯ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ વરસાદ ૩૩૩ ટકા ઉપરાંત થઇ ગયો છે ત્યારે હજુ વધુ એક વરસાદનો રાઉન્ડ આવનાર હોવાનું ખંભાળીયાના હવામાન આગાહી કાર કનુભાઇ કણઝારીયાએ જણાવ્યું છે.

આગામી તા. ૧ર-૯ થી ઝાપટા સાથે નો વરસાદ શરૂ થશે તથા તા. ૧પ-૧૬ સપ્ટેમ્બર થોડો વધુ વરસાદ પડશે જો કે અગાઉની જેમ ભારે વરસાદ નહીં આવે પણ બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ તથા ઝાપટા પડશે જે ૧૬-૧૭ સુધી ચાલુ રહેવા સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે હાલ ખેડૂતો મગફળીના ખેતરોમાંથી પાણી કાઢી રહયા છે તથા જે  ૧૦-ર૦ ટકા પાક આવ્યો કે પશુનો ચારો થયો તે ગોઠવણ કરી રહ્યા છે ત્યાં વધુ વરસાદનો રાઉન્ડ આવશે.

(12:59 pm IST)