Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ધોરાજીમાં હવે દરેક જ્ઞાતિ વાઇઝ કોરોના ટેસ્ટ કરવામાં આવશે: ગૌતમ મિયાણી (ડેપ્યુટી કલેક્ટર ધોરાજી)

ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે વિવિધ જ્ઞાતિઓના પ્રમુખો અને હોદ્દેદારોની મિટિંગ યોજાઈ: કરોના પોઝિટિવ લોકોના નામ જાહેર કરવામાં આવે તો ધોરાજીમાં સંક્રમણ ઓછું થાય

ધોરાજી: ધોરાજીમાં કોરોના એક કાળો કેર વર્તાવ્યો છે ત્યારે તંત્ર પણ સફાળું જાગ્યું હોય એ પ્રકારે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર તાકીદે વિવિધ સમાજના આગેવાનો પ્રમુખો અને હોદ્દેદારોની બેઠક યોજી હતી અને હવેથી જ્ઞાતિ વાઇઝ સમાજના સ્થળે કોરોના ટેસ્ટ વિનામૂલ્યે કરી દેવામાં આવશે તે પ્રકારની ચર્ચા વિચારણા ની સાથે નક્કી કરવામાં આવ્યું હતું
ધોરાજીના વિવિધ સમાજોના પ્રમુખો હોદ્દેદારો અને આગેવાનોને હાજરીમાં ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે મીટીંગ યોજાઇ હતી
ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણી એ આવેલા સમાજના આગેવાનોને જણાવેલ કે હાલમાં ધોરાજીમાં કોરોનાનો વ્યાપ વધ્યો છે અને તે સંક્રમણને ઓછું કરવા બાબતે ધોરાજી ની વિવિધ સમાજના આગેવાનોની બેઠક બોલાવી છે અને દરેક જ્ઞાતિ વાઇઝ એમના જ સમાજમાં તમારી આરોગ્ય ટીમ આવશે અને તમામ લોકોને વિનામૂલ્યે કોરોના ટેસ્ટ સમાજની વાડીમાં જ કરી આપવામાં આવશે તે બાબતે દરેક જ્ઞાતિ એ સહકાર આપવાની  વિનંતી કરી હતી
આ બાબતે ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા એ જણાવેલ કે દરેક સ્થળે અમારી આરોગ્ય  ટીમ આવશે અને વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરી આપવામાં આવશે જેથી કોઈ સંકોચ રાખવાની જરૂર નથીતેમજ ધોરાજીમાં કોરોના સંક્રમણ ઓછું થાય તે બાબતે પણ સૌએ જાગૃત થવાની જરૂર છે તેમ ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું હતું
આ સમયે ધોરાજી શહેર ભાજપના પ્રમુખ વિનુભાઈ માથુકિયા એ જણાવેલ કે ધોરાજીમાં કોરોના નો સંક્રમણ કેમ ઓછું થાય કારણકે કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેરમાં ફરી રહ્યા છે અને રેલવે સ્ટેશન  માં જાહેરમાં હોકિંગ કરવા નીકળે છે તે પણ જોવા મળી રહ્યા છે તો તેની સામે પગલાં લેવાતાં નથી એ કેટલાનું સંક્રમણ ઊભું કરે તેમ છે
તેમજ જો કોરોના પોઝિટિવ દર્દીઓ ના નામ જાહેર કરવામાં આવે તો પણ લોકો જાગૃત થઈ જાય અને પોઝિટિવ દર્દીઓ થી દૂર રહે જેથી કરીને ધોરાજીમાં કોરોના નું સંક્રમણ ઓછું થાય તે બાબતે રજૂઆત કરી હતી
આ બાબતે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ જણાવેલ કે ધોરાજી આરોગ્ય વિભાગ અને સરકારી તંત્ર કોરોના પોઝિટિવ ના નામ છુપાવી રહી છે જે બાબતે ચાર વખત આવેદનપત્ર પાઠવ્યા છે છતાં પણ કોઈને કોઈ કારણોસર નામ જાહેર નથી કરતા જે  દુઃખની બાબત છે
ઉપરોક્ત બાબતે ડેપ્યુટી કલેક્ટરને જવાબ આપ્યો કે અમોને ઉપરથી નામ આપવાની મનાઈ છે નહિતર અમને  શું વાંધો હોય જે બાબતે યોગ્ય જવાબ આપ્યો ન હતો
આ સાથે ધોરાજીમાં કોવીડ સેન્ટર શરૂ કરવાની માગણી ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ અને ધોરાજી માર્કેટિંગ યાર્ડ દ્વારા આવેદનપત્ર પાઠવીને કરી છે જે બાબતે ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી જણાવેલ કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બાબતે કિશોરભાઈ રાઠોડએ જહેમત ઉઠાવી છે તે બાબતે સરકાર પણ યોગ્ય કરવા બાબતે સર્વે કરી રહી છે અને રાજ્યના આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલ નો સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશ વસેટીયન ઉપર ટેલિફોન આવી ગયો છે અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે 99% ધોરાજી ને કોવિડ સેન્ટર મળશે

આ સમયે ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી એ જણાવેલ કે હવે કોરોના પોઝિટિવ ને પોતાના જ ઘરમાં રાખવાની સરકારે છૂટ આપી છે અને સામાન્ય કેર કરવાથી લોકો સજા પણ થઇ જાય છે જેથી કોઈ એ હવે ડરવાની જરૂર નથી વધારે પડતાં ગંભીર હશે તો જ તેમને સરકારી હોસ્પિટલમાં અથવાતો ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની છૂટ છે પરંતુ સામાન્ય સિસ્ટમથી લોકો સાજા થઇ જાય છે એવા ઘણા બધા બનાવો આપણે જોવા મળી રહ્યા છે જેથી લોકોએ ગભરાવાની જરૂર નથી અને તાત્કાલિક કોઇ પણ લક્ષણ દેખાય તો તેમના ટેસ્ટ ધોરાજી સરકારી હોસ્પિટલમાં થઈ રહ્યા છે તે વિનામૂલ્યે થઈ રહ્યા છે તે બાબતે પણ લોકોને જાગૃત રહેવા અપીલ કરી હતી
ધોરાજી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ફૂડ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ પઢીયાર એ જણાવેલ કે અમારા સમાજ નો કોરોના ટેસ્ટ કરાવવા માટે સુખડીયા સમાજ ની વાડી માં જ્યારે થઈ રહ્યો હોય અને કોઈ પોઝિટિવ આવે તો તે દર્દીઓને સમાજની વાડીમાં રાખીએ તો એ ખર્ચ કોણ આપશે....?
જે બાબતે ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણી એ જણાવેલ કે દવા નો બધો ખર્ચ સરકાર ભોગવશે પરંતુ વાડીમાં રહેવાનો અને જમવાનો ખર્ચો ભોગવવાનો રહેશે અથવા તો તેમના નિવાસ્થાને  રાખવામાં આવે તો કોઈ વાંધો નથી

આ બેઠકમાં ધોરાજી શહેર ભાજપના પ્રમુખ વિનુભાઇ માથુકિયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ફૂડ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ પઢીયાર કડિયા સમાજ ના કિશોરભાઈ વાઘેલા પંકજભાઈ મકવાણા જૈન સમાજના ચેતનભાઇ ગાંધી હિરેનભાઈ મારડિયા કડવા પટેલ સમાજ ના પ્રમુખ લલીતભાઇ ઉકાણી સુખડિયા સમાજના પ્રમુખ વીરાભાઇ સુખડિયા ધોરાજી ખોડલધામના પ્રમુખ વિમલભાઈ કલ્યાણી લોહાણા સમાજ ના પ્રમુખ બકુલભાઈ કોટક તેમજ વિવિધ સમાજના આગેવાનો તેમજ રાજકીય હોદ્દેદારો તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
બેઠકમાં ધોરાજીના મામલતદાર કિશોરભાઈ જોલાપરા  સિરેસ્ટદાર ખીમાણીભાઈ ભરતભાઇ જાગાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

(6:59 pm IST)