Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજય મંત્રીનો રાજયસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

કોવિડ-૧૯ પેકેજમાં ગુજરાતને રૂ. ૧૭૧ કરોડ ઉપરાંત ટેસ્ટીંગ ઇકિવપમેન્ટ, રીજેન્ટ્સ, પી.પી.ઇ. એન-૯૫ માસ્ક, એસ.સી.કયુ.ટેબ્લેટ્સ અને વેન્ટીલેટર મળ્યા

કેન્દ્રએ ૯.૭૮ લાખ પીપીઇ કીટ, ૨૮.૫ લાખ એમ.સી.કયુ. ગોળીઓ, ૨૫૦૦ વેન્ટીલેટર ફાળવ્યા

(મુંકુંદ બદિયાણી) જામનગર,તા.૧ : કેન્દ્ર સરકારના કોવિડ-૧૯ પેકેજ હેઠળ ગુજરાતને રૂ. ૧૭૦.૭૯ કરોડ મળ્યા છે અને વધારાના રૂ. ૮૫ કરોડની સહાય હજુ આવવાની બાકી છે. કેન્દ્ર સરકારે વિવિધ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ પેકેજ હેઠળ પ્રથમ તબક્કામાં રૂ. ૩,૦૦૦ કરોડ અને બીજા તબક્કામાં રૂ. ૧૨૫૬.૮૧ કરોડની સહાય કરી છે. ગુજરાતને પ્રથમ તબક્કામાં રૂ. ૮૫.૭૯ કરોડ અને બીજા તબક્કામાં રૂ. ૧૭૦ કરોડનીસહાયની ફાળવણી કરવામાં આવી હતી, જેમાંથી પ્રથમ તબક્કાની પૂરી રકમ ચૂકવી દેવામાં આવી છે, જયારે બીજા તબક્કામાંથી અત્યાર સુધીમાં રૂ. ૮૫ કરોડની રકમ ચૂકવવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજય મંત્રી શ્રી અશ્વિનીકુમાર ચૌબે દ્વારા આ માહિતી રાજયસભામાં સપ્ટેમ્બર ૨૦, ૨૦૨૦ના રોજ સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્ત્।રમાં ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.

શ્રી નથવાણી કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન લેવામાં આવેલા પગલાં અને વિવિધ રાજયો અને ખાસ કરીને ગુજરાતને કરવામાં આવેલી નાણાંકીય તેમજ અન્ય સહાય અંગે જાણવા માંગતા હતા.

વધુમાં, કેન્દ્ર સરકારે કુલ રૂ. ૩,૯૯,૭૨,૮૦૦ની લાગતનાં મશીન પૂરાં પાડ્યાં, જેમાં રૂ. ૮૯,૨૦,૮૦૦ની લાગતનાં છ સી.એફ.એકસ-૯૬ મશીન, રૂ. ૧૫,૨૨,૫૦૦ની લાગતનું એક સી.એફ.એકસ.૯૬-આઇ.વી.ડી. રીઅલ-ટાઇમ પી.સી.આર. સીસ્ટમ અને રૂ. ૨,૯૫,૨૯,૫૦૦ની લાગતનાં સાત ઓટોમેટેડઆર.એન.એ. એકસટ્રેકશન મશીનનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકાર તરફથી સપ્ટેમ્બર ૧૧, ૨૦૨૦ની સ્થિતિએ ગુજરાતને રૂ.૩,૮૮,૨૩,૯૦૧ની લાગતની ૩,૪૯,૦૧૬ આર.એન.એ. કીટ, રૂ.૪,૮૨,૮૮,૩૮૮ની લગાતનાં ૪,૦૦,૦૦૦ વી.ટી.એમ. અને રૂ.૪૦,૯૦,૪૭,૮૮૭ની લાગતની ૭,૧૨,૭૬૭ આર.ટી.-પી.સી.આર. કીટ પણ આપવામાં આવી હતી. કેન્દ્રએ સપ્ટેમ્બર ૧૮, ૨૦૨૦ સુધીમાં ગુજરાતમાં ૯.૭૮ લાખ પી.પી.ઇ. કીટ, ૨૮.૫ લાખ એચ.સી.કયુ. ગોળીઓ અને ૨૫૦૦ વેન્ટીલેટરનું વિતરણ પણ કર્યું.

મંત્રીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ને અનુલક્ષીને રાજયોને સહાય કરવા માટે અને ભવિષ્યની તૈયારી માટે શ્રેણીબદ્ઘ પગલાં લીધાં છે. કોવિડ-૧૯નાં ભયને રોકવા, તેની ઓળખ કરવા અને તેને પ્રતિક્રિયા આપવાના અને જાહેર આરોગ્યની તૈયારીને વધારે મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી એપ્રિલ ૨૨, ૨૦૨૦ના રોજ મંત્રી મંડળનીબેઠકમાં ઇન્ડિયા કોવિડ-૧૯ ઇમરજન્સી રીસ્પોન્સ એન્ડ હેલ્થ સીસ્ટમ પ્રીપેર્ડને સપેકેજ હેઠળ રૂ. ૧૫,૦૦૦ કરોડના પેકેજને મંજૂરી આપવામાં આવી હતી, એમ મંત્રીએ જણાવ્યું હતું.

(12:46 pm IST)