Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ત્રણ - ત્રણ વાર સ્થગિત રહેલી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ

અમદાવાદ - ગાંધીનગર - વિરમગામના ૧૦૨ સેન્ટર ઉપર બેઠક વ્યવસ્થા

રાજકોટ, તા. ૩ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉ ત્રણ વાર મોકૂફ રહેલી ઓફલાઈન પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.

ગુજરાત યુનિવર્સિટી આજથી ઓફ લાઈન પરીક્ષામાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની છેલ્લા વર્ષની પરીક્ષા અંદાજે ૨૧૦૦૮ છાત્રો આપી રહ્યા છે. અમદાવાદના ૪૬, ગાંધીનગર, વિરમગામના ૨૨ સેન્ટર ઉપર પરીક્ષા ગોઠવવામાં આવી છે. તા. ૩ થી ૧૨ સપ્ટેમ્બર સુધી આ પરીક્ષાઓ તબક્કાવાર લેવાશે.

દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર સોશ્યલ ડીસ્ટન્સનું પાલન, એક બેન્ચ ઉપર એક જ વિદ્યાર્થી પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રના પ્રવેશ દ્વાર પરીક્ષાર્થીઓનું ટેમ્પરેચરની ચકાસણી કરવામાં આવશે.

(2:47 pm IST)