Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

વડોદરાના એમ.જી રોડ પર ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ જવેલર્સની દુકાનમાંથી વેપારીની નજરસેરવી 1.20 લાખની કિંમતનો સેટ ચોરી રફુચક્કર

વડોદરા:શહેરના એમ.જી.રોડ પર આવેલ જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ સોનાના સેટની ખરીદીના બહાને વેપારીની નજર ચૂકવી 1.20 લાખની કિંમતનો સોનાનો હારની ચોરી કરી રફુચક્કર થઇ ગઇ હતી. વાડી પોલીસે અજાણી મહિલા વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના હરણી રોડ પર આવેલ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ સોની માંડવી એમ.જી.રોડ પર શ્રી હરિ જવેલર્સ નામની સોના ચાંદીની દુકાન ધરાવે છે ગઇકાલે તેઓ દુકાનમાં હાજર હતા તે દરમિયાન બપોરના સુમારે એક અજાણી મહિલા આવી પહોંચી હતી અને મહિલાએ અઢીથી ત્રણ તોલાનો સોનાનો સેટ ખરીદવાની વાત કરતા અલગ- અલગ ડિઝાઇન વાળા સોનાના સેટ બતાવ્યા હતા. જે પૈકી એક સોનાનો સેટ પસંદ કરી યુવતીએ જણાવ્યું હતું કે, મારા પતિ સામે ઉભા છે હું તેમને બોલાવીને એક મિનિટમાં આવું છું ત્યાર બાદ તે પરત આવતા જતા તપાસ કરી હતી. જે દરમિયાન એક સોનાનો સેટ ઓછો જણાય આવ્યો હતો

(6:16 pm IST)