Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

મેઘરજ તાલુકાના સિસોદરા નજીક વાત્રક નદીમાં દારૂ ભરેલ કાર ઊંડા ખાડામાં ખાબકતા કારચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મેઘરજ:તાલુકાના સિસોદરા (મે) ગામ નજીક વાત્રક નદીમાં દારૂ ભરેલી કાર ઊંડા ખાડામાં ખાબકતાં કારચાલક ને ઈજાઓ થઈ હતી જ્યારે કારચાલકની બાજુમાં બેસેલા અન્ય એક શખ્સ ભાગી છૂટયો હતો પોલીસે ઈજાગ્રસ્ત કારચાલકને સારવાર અર્થે ખસેડી દારૂ સાથે કાર જપ્ત કરી હતી. બુધવાર રાત્રે મેઘરજ પોલીસ વોચમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સિસોદરા વાત્રક નદીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો કારમાં ભરાય છે જેથી પોલીસ બાતમીવાળી જગ્યાએ નદીમાં જતાં કારચાલક રીવર્સમાં કાર હંકારતાં કાર નદીમાં પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી જેથી કારચાલકને ઈજા થઈ હતી જ્યારે કારચાલકની બાજુમાં બેસેલા અન્ય એક શખ્સ અંધારાનો લાભ લઈ ભાગી છુટયો હતો. પોલીસે ૧૦૮ બોલાવી કારચાલકને મેઘરજ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડયો હતો. પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂની કુલ બોટમ નંગ ૫૭ તેમજ એક મોબાઈલ અને કાર સહિત રૂ. ૪૨,૨૨,૬૦૦નો મુદ્દામાલ ઝડપી પાડી કાર ચાલક તેમજ તેની બાજુમાં બેસેલ અન્ય એક ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:21 pm IST)