Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

નર્મદા જી.પં.ના માજી પ્રમુખ શંકરભાઈ વસાવાનુ કોરોના કાળમાં માનવ સેવા બદલ સ્વ.રતનસિંહજી મહીડા એવોર્ડથી સન્માન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ટાઉન હોલમાં યોજાયેલા કોરોના વોરીયસૅ નમૅદા રત્ન એવોર્ડના કાયૅક્રમમા માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવાને માનવ સેવાનુ કાયૅ કરવા બદલ નમૅદા જિલ્લા સેવા સેતુ અને સ્વ.રતનસિહજી મહીડા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુ હતું
 નમૅદા જિલ્લામા કોરોના વાઈરસના સંક્રમણ ને અટકાવા ના તકેદારીના ભાગરૂપે સરકારે લોક ડાઉન લાગું કર્યું જેને પગલે નાના નાના ધંધા રોજગાર મજુરી કામ સદંતર ઠપ્પ થઈ પડયાં હતા ત્યારે આવા નાના ધંધા રોજગાર સાથે સંકળાયેલા સહિત મજુર વગૅના લોકો બેકાર બન્યા હતા આવા સમયે ગરીબ વર્ગના લોકો માટે પરીવારોનું ભરણ પોષણ કરવું અને એક ટકની રોજીરોટી મેળવુ ભારે મુશ્કેલ થઈ પડીયુ હોય તેવા સમયે શંકરભાઈ વસાવાએ ગરીબ વગૅના લોકોની પડખે રહી એક સેવાભાવનુ રાહનીયહ કાયૅનુ બીડું ઉપાડયું હતું

  .લોક ડાઉનના સમય દરમિયાન તેમણે જરૂરિયાતમંદ ગરીબ વગૅના લોકોન અનાજની કીટનુ વિરતણ કરી મદદરૂપ બન્યા હોય કોરોના ના આવા કપરા સમય માં તેમની આ સેવા માટે નમૅદા રત્ન એવોર્ડના કાયૅક્રમના નેજા હેઠળ જિલ્લા પોલીસ વડા હિમકરસિહ ના હસ્તે તેમને નમૅદા જિલ્લા પોલીસ સેવા સેતુ અને સ્વ. રતનસિંહજી મહિડા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

(8:20 pm IST)