Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

જૂના વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવવાની યોજના

નવી દિલ્હી,તા.૪:ડિસેમ્બર ૨૦૧૭ અગાઉ વેચવામાં આવેલા ચાર કે એથી વધુ પૈડાવાળા જૂના વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ રસ્તા, વાહનો અને હાઇવે મંત્રાલયે રજૂ કર્યો હોવાની માહિતી જાણવા મળી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર જાન્યુઆરી ૨૦૨૧થી આ યોજનાનો અમલ શરૂ કરવામાં આવશે. આ સિવાય એપ્રિલ ૨૦૨૧થી થર્ડ પાર્ટી ઇન્સ્યુરન્સ મેળવવા માટે પણ ફાસ્ટેગ ફરજિયાત કરવાનો પ્રસ્તાવ પણ રજૂ કરાયો છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય મોટર વ્હીકલ્સ રૂલ્સ, ૧૯૮૯ પ્રમાણે ૨૦૧૭થી ચાર કે એથી વધુ પૈડાવાળા નવા વાહનોના રજિસ્ટ્રેશન માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવાયા છે અને એ વાહન ઉત્પાદકો અથવા ડિલરોએ મેળવી આપવાના રહેશે. હવે જૂના વાહનો માટે પણ ફાસ્ટેગ ફરજિયાત બનાવવા માટેનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે અર્થાત એમ અને એન કેટેગરીના ૧ ડિસેમ્બર, ૨૦૧૭ અગાઉ વેચવામાં આવેલા વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવાશે. આ નિયમ ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી અમલમાં મુકાશે.

(11:23 am IST)