Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

રાજનીતિ કી પાઠશાલા દ્વારા મ.ન.પા.ની મુખ્ય કચેરી ખાતે વિનામુલ્યે ઉકાળાનું વિતરણ : ૮૦૦ લોકોએ લાભ લીધો

રાજકોટઃ રાજનીતિ કી પાઠશાલાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મહેશભાઈ રાજપૂતના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજકોટ શહેરમાં વિનામુલ્યે ઉકાળા વિતરણ કાર્યક્રમ શરુ કરવામાં આવેલ છે આ તકે આજરોજ મંગળવારે રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ઢેબર ભાઈ રોડ ખાતે રાજનીતિ કી પાઠશાલા દ્વારા વિનામુલ્યે ઉકાળા વિતરણ કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર , અશ્વિનભાઈ મોલીયા, વિરોધપક્ષના નેતા  વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટર  જયાબેન ટાંક, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ લીંબળ, અધિકારીઓ સેક્રેટરી  એચ.પી.રૂપારેલીયા, ડી.વાય.એસ.પી.  આર.બી.ઝાલા, આરોગ્ય અધિકારી  પી.પી.રાઠોડ, નાયબ સેક્રેટરી એચ.જે.વ્યાસ, સી.એન.રાણપરા, પત્રકાર મિત્રો, કર્મચારીઓ અને અરજદારોએ આયુર્વેદિક ઉકાળાનું સેવન કર્યું હતું અને અંદાજે ૮૦૦ લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો.  રાજકોટની જનતાના આરોગ્યના હિતમાં વિનામુલ્યે ઉકાળા વિતરણ રથ છેલ્લા ચાર દિવસથી કાયર્િાન્વત કર્યો છે અને રાજનીતિ કી પાઠશાલાના રાજકોટ શહેર પ્રમુખ   મૌલેશભાઈ મકવાણા, ઓલ ઇન્ડિયા મહામંત્રી ભાવનાબેન પારેખ, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ ભાર્ગવ પઢિયાર અને રાજકોટ શહેરની ટીમ દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવેલ છે ત્યારે વિનામુલ્યે ઉકાળા વિતરણમાં પાર્થ બગડા (પ્રિન્સ), શુભમ જીત્યા, મેહુલ જીત્યા, કૈલાશ સરીખડા, કમલેશ સોલંકી, ભરત પાડલીયા, અક્ષય મકવાણા અમિતભાઈ પરમાર, રાહુલ દાફડા, મોહિત સોલંકી, જય મકવાણા, સહિત ટીમ દ્વારા  વિનામુલ્યે ઉકાળા વિતરણ કાર્ય  શહેરના દરેક વોર્ડમાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે તેવું સૌરાષ્ટ્ર ઝોન પ્રવકતા વિરલ ભટ્ટે જણાવ્યું છે.

(3:32 pm IST)
  • બીજેપીનું આઇટીસેલ ખતરનાક થઇ ચુકયું છે : વ્યકિતગત હુમલા કરાવી રહયું છેઃ સુબ્રમણ્યમ સ્વામી : કેટલાક સભ્યો ફેક આઇડીથી નીશાન સાધી રહયા છે :બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહયું છે કે બીજેપીનું આઇટી સેલ ખતરનાક થઇ ચુકયું છે અને તેના કેટલાક સભ્યોએ ફેક આઇડીથી તેના પર વ્યકિતગત હુમલા કરી રહયા છે. સ્વામીએ કહયું હું નજર અંદાજ કરી રહયો છું. પરંતુ બીજેપીએ તેને બરતરફ કરવા જોઇએ. બીજેપી આઇટી સેલના પ્રમુખ અનિલ માલવીય છે. એક માલવીય નીચતાના દંગા કરાવી રહયા છે. આપણે મર્યાદા પુરૂષોતમની પાર્ટી છીએ... રાવણ/ દુશાસનની નહિ. access_time 2:40 pm IST

  • મહારાષ્ટ્ર પછી હવે મધ્ય પ્રદેશ સરકારે પણ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કર્યો : 3 ટકામાંથી 1 ટકા કરી નાખી : રીઅલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો હેતુ : 31 ડિસેમ્બર સુધી ઘટાડો અમલી access_time 12:04 pm IST

  • FAU-G વિડીયો ગેમનો કોન્સેપ્ટ સુશાંતે આપ્યો ન હતો : અક્ષયકુમાર દ્વારા મોડરેટેડ વિડીયો ગેમ FAU-Gની ઘોષણા કરનાર ભારતીય ગેમના નિર્માતા એન-કોર ગેમ્સના સંસ્થાપક વિશાલ ગોંદાલે કહ્યું કે આ વિડીયો ગેમનો કોન્સેપ્ટ સુશાંતેે આપ્યો ન હતો. FAU-Gનો ફોટો લેવા માટે લાઇસન્સ લીધુ છે. access_time 2:40 pm IST