Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કચ્છમાં ૪.૧નો ભૂકંપનો આંચકો

૩ મહિનામાં ૨૦ હળવા અને પાંચમો મોટો આંચકો : લોકો ઘર બહાર દોડી ગયા : વાગડ ફોલ્ટ સક્રિય

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩ : ફરી એક વખત કચ્છમાં ધ્રૂજતી ધરાએ લોકોમાં ભૂકંપના ભય અને ચિંતાનો માહોલ ખડો કર્યો છે. ગઈકાલે બપોરે ૨.૦૯ મિનિટે આવેલા ૪.૧ ના ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરથી બહાર દોડી આવ્યા હતા.

વાગડ ફોલ્ટમાં અનુભવાયેલા આ આંચકાની તીવ્ર અસરે ભુજ, ગાંધીધામની બહુમાળી ઈમારતોમાંઙ્ગ લોકોને ગભરાવી મુકયા હતા. દુધઈ નજીક ફોલ્ટ લાઇન ધરાવતા આ આંચકા સાથે ધડાકો પણ અનુભવાયો હતો.

કચ્છમાં છેલ્લા ત્રણ મહિનામાં ૩ મેગ્નિટ્યુડના ૨૦ હળવા અને ૪ મેગ્નિટ્યુડ ઉપરના ભારી આંચકા ૫ નોંધાઈ ચુકયા છે. ફરી એક વાર વાગડ ફોલ્ટ લાઈન સક્રિય થઈ હોવાની ચર્ચા વચ્ચે લોકોને ૨૦૦૧ માં અનુભવાયેલા વાગડ ફોલ્ટના વિનાશક ભૂકંપની યાદે ચિંતામાં મૂકી દીધા છે.

(10:32 am IST)