Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

મોરબી જિલ્લાના માળીયામિયાણા પોલીસે ત્રણ રસ્તા નજીકથી 492 દારૂની બોટલ સાથે દુધરેજના શંભુ પાટડિયા ની ધરપકડ : અન્ય એક શખ્સની મોબાઈલના આધારે શોધખોળ

મોરબી : માળીયામિયાણા પોલીસે ત્રણ રસ્તા નજીકથી બોલેરો કારમાં દારૂની હેરાફેરી કરતા એક શખ્સને 41 પેટી દારૂ સાથે ઝડપી પાડયો અન્ય એક આરોપીની મોબાઇલ નંબર પરથી શોધખોળ શરૂ કરી છે.

બનાવની મળતી વિગત મુજબ માળીયા પોલીસ પી.એસ.આઇ નિખિલ ડાભી અને તેની ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ત્રણ રસ્તા નજીકથી એક કારમાં દારૂની હેરાફેરી થવાની છે પોલીસ વોચ હતી એક બોલેરો કાર નંબર gj 13 aw 62 શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને રોકી કાર ચેક કરતા તેમાંથી 493 દારૂની બોટલ જેની કિંમત રૂપિયા ૧.૪૭ લાખ અને બોલેરો કાર  કિંમત રૂપિયા ૧.૫૦ લાખ એક મોબાઈલ 2 હજાર રૂપિયા કુલ  2,99,600 ના મુદ્દામાલ સાથે શંભુ દેવજીભાઈ પાટડીયા રહે દુધરેજ ને ઝડપી લીધો હતો અને એક મોબાઈલ નંબર વાળાનું નામ ખુલતા તેને ઝડપવા તેમજ આ દારૂ ક્યાં જતો હતો તે અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે

(11:38 am IST)