Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

તારા ઘરનું પાણી અમારા ઘરમાં ટપકે છે તેમ કહીને જામનગરમાં ખૂનની ધમકી આપીને બઘડાટી

(મુ કુંદ  બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩ : સીટી-સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાજેશભાઇ જમનદાસ ભીમાણી એ ફરીયાદી નોંધાવી છે કે તા. ર-૯-ર૦ના હિરજી મીસ્ત્રી રોડ, જે.જે. ટાવર પાછળ, આશાપુરા સોસાયટી, આશાદીપ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૧૦રમાં ફરીયાદી રાજેશભાઇના ઘરે આરોપી ખુશાલીબેન ગ્યાનચંદ લાલવાણી આવી ફરીયાદી રાજેશભાઇને કહેલ કે તારા ઘરનું પાણી અમારા ઘરમાં ટકે છે તેમ કહી ઉશ્કેરાઇ ફરીયાદી રાજેશભાઇને ગાળો કાઢી જતા રહેલ બાદ આરોપી ખુશાલીબેન ગ્યાનચંદ લાલવાણી, ગ્યાનચંદ લાલવાણી, સતીશ ગ્યાનચંદ લાલવાણી, રે. જામનગરવાળા ફરી વખત ફરીયાદી રાજેશભાઇના ઘરે આવેલ આરોપી ગ્યાનચંદ લાલવાણી તથા સતી ગ્યાનચંદએ આવી ફરીયાદી રાજેશભાઇને ગાળો કાઢેલ અને જતા જતા આરોપીઓએ ફરીયાદી રાજેશભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

રિવોલ્વર સાથે ઝડપાયો

જામનગર : મેઘપર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ. માંડણભાઇ સાજણભાઇ વશરાએ ફરીયાદ નોંધાવી છે કે તા. ર-૯-ર૦ર૦ના નવગામે આ કામના આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુ ગીગાભાઇ મોઢવાડીયા રે. નવાગામવાળો પોતાના કબજા ના મકાનમાં ગેરકાયદેસર રીતે પરવાના લાયસન્સ વગર દેશી બનાવટી રીવોલ્વર કિંમત રૂ. ૧૦,૦૦૦/- તથા કાર્ટીશ નંગ-ર, કિંમત રૂ. ર૦૦/- મળી કુલ રૂ. ૧૦,ર૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

હોન્ડા ટુલબોક્ષમાંથી મોબાઇલ ફોન ચોરાયાની રાવ

સીટી-એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કમલભાઇ જગદીશભાઇ સુખવાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા. ર૬-૮-ર૦ર૦ના ફરીયાદી કમલભાઇ તથા સાહેદ સાથે પોતાના ગુરૂની જયોત પધરાવવા પ્રદર્શન ગ્રાઉન્ડ ગયેલ હતા અને ફરીયાદી કમલભાઇની મોટરસાયકલ હોન્ડાના ટુલબોક્ષના ખાનામાં ફરીયાદી કમલભાઇના તથા સાહેદનો મોબાઇલ ફોન વી.વો.એસ.-૧ જેનીકિંમત રૂ.૧૦,૦૦૦/- અંદાજે ગણાય તથા મોબાઇલ ફોન વી.વો. એસ.૧ પ્રો.જેની કિંમત રૂ. ૧પ,૦૦૦/- ના કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ છે.

વર્લીમટકાના આંકડા લખતા બે ઝડપાયા

જામનગર : સીટી-એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. ફિરોજભાઇ ગુલમામદભાઇ ખફી એ ફરીયાદી નોંધાવી છે કે, તા. ર-૯-ર૦ર૦ના જામનગર જિલ્લા જેલ સામે આરોપી કિશન ઉર્ફે કરન ભરતભાઇ ખાસી, અર્જુનભાઇ ઉર્ફે અડવાણી પરસુરામભાઇ ચાવલીયા, રે. જામનગરવાળા વર્લીમટકા આકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા રોકડા રૂ. ૧૧૬૪૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન ઝડપાઇ ગયેલછે.

શ્વાસની બિમારીથી વૃધ્ધનું મોત

જામનગર : અહીં વંડાફળી પંચેશ્વર ટાવર પાસે રહેતા  દિપેશભાઇ રાજેશભાઇ શેઠ, ઉ.વ.ર૭ એ સીટી-એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે. ૩-૯-ર૦ર૦ના આ કામે મરણજનાર રાજેશભાઇ ગાંડાલાલ શેઠ, ઉ.વ.૬પ, રે.વંડાફળી જામનગરવાળાને મગજ સુધી લોહી પહોંચતુ ન હોય જેથી શ્વાસ ચડતામરણ ગયેલ છે.

ઇંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

જામનગર : ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. કલ્પેશભાઇ દામજીભાઇ કામરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૩-૯-ર૦ર૦ના હમાપર ગામની સીમ જયેશભાઇ રાયલભાઇની વાડીએ આરોપીઓ મનીયાભાઇ ખીમાભાઇ ભુરીયા, જયેશભાઇ રાયમલભાઇ, રે. હમાપર ગામવાળાના કબ્જા ભોગવટાની વાડીએ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો ઇંગ્લીશ મેકડોવેલ્સ નં.૧, સુપીરીયર વ્હીસ્કી બોટલ નંગ-૧ર૦, કિંમત રૂ. ૬,૦૦૦/- નો રાખી મદદગારી કરી મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયેલ છે. તથા આરોપી જયેશભાઇ રાયમલભાઇ ફરાર થઇ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(2:38 pm IST)