Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

વડોદરા:હરિયાણાથી વડોદરા કન્ટેનરમાં લવતો વિદેશી દારૂનો જથ્થો બાપોદ પોલીસે ઝડપી પાડ્યો

વડોદરા:કન્ટેનરમાં ઘરવખરી અને અન્ય સામાનની આડમાં હરિયાણાથી વિદેશી દારૃ ભરીને વડોદરામાં ડિલીવરી માટે આવતા કન્ટેનરને બાપોદ પોલીસે હાઇ-વે પર અટકાવી દઇ કબ્જે કર્યુ હતું.

બાપોદ પોલીસને માહિતી મળી હતી કે લાલ રંગના એક કન્ટેનરમાં વિદેશી દારૃ ભરેલો છે અને કન્ટેનર અમદાવાદથી સુરત તરફ જનાર છે. અને દારૃનો કેટલોક જથ્થો .પી.એમ.સી. માર્કેટ પાસે ખાલી થનાર છે. જેથી બાપોદ પીઆઇ બી.પી. ચૌહાણની સૂચના મુજબ સ્ટાફે સ્થળ પર જઇને તપાસ કરતાં કન્ટેનર મળી આવ્યું હતું. જેમાં ઘરવખરી સામનની આડમાં વિદેશી દારૃની બોટલો હતી. પોલીસે ઊંચી કિંમતની શરાબની ૧૦૮ બોટલ, (કિંમત રૃપિયા .૮૨ લાખ) એક મોબાઇલ ફોન અને કન્ટેનર મળીને કુલ રૃપિયા ૧૦.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે કન્ટેનરના ડ્રાઇવર ક્લીનર () રાજેશ બ્રજમોહન યાદવ અને () બિરેન્દ્રકુમાર રામચંદ્ર કસ્યબ (બંન્ને રહે. એમ.પી.) ની ધરપકડ કરી છે. જ્યારે દારૃ મોકલનાર હરિયાણાના કર્મવીર પાછળ તથા વડોદરાના બુટલેગરને વોન્ઠેડ જાહેર કર્યો છે. જોકે વડોદરાના બૂટલેગરનું નામ હજી ખુલ્યું નથી.

(5:47 pm IST)