Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

અમદાવાદમાં માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તારમાં સતત ઘટાડો : 24 કન્ટેઇન્મેન્ટ દૂર કરાયા :19 વિસ્તારો ઉમેરાયાં

ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ ઉપરાંત ઘાટલોડિયા અને થલતેજ ઉમેરાયા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોની સંખ્યામાં આજે બીજા દિવસે પણ ઘટાડો નોંધાયો છે.છેલ્લાં કેટલાંક દિવસથી માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં ઉત્તરોત્તર વધારો થતો જતો હતો.પરંતુ છેલ્લાં બે દિવસથી પારો ગગડીને 388 ઉપર પહોંચ્યો હતો.પરંતુ માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં સતત વધારો થવાના બદલે આજે ઘટાડા તરફ પ્રયાણ કરતાં કોર્પોરેશનના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

 આજે એકસાથે 24 વિસ્તારોને દૂર કરવામાં આવ્યા છે.તેની સામે માત્ર 19 વિસ્તારોને ઉમેરવામાં આવ્યા છે.અમદાવાદ શહેરમાં ગુરુવારે 405 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોનો આંકડો પહોંચ્યો હતો.શુક્રવારે આંકડો ઘટીને 393 પર પહોંચ્યો હતો.તેમાંથી આજે 24 વિસ્તારોને દૂર કરવામાં આવ્યા હતા.તેની સામે આજે 19 નવા વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો છે.મતલબ કે 393માંથી 24 વિસ્તારો બાદ કરતાં આંકડો 369 વિસ્તારો થયા હતા.પરંતુ તેની સામે 19 વિસ્તારો ઉમેરાતાં આંકડો 388 પર પહોંચી ગયો છે.

(12:10 am IST)