Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સંપૂર્ણ સ્વસ્થ થયાઃ ૬૦ દિવસથી વધુ કોવિડની સારવાર સંપૂર્ણ સાજા

અમદાવાદઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સંપૂર્ણ સ્વસ્થ થયા છે. ૬૦ દિવસથી વધુ કોવિડની સારવાર બાદ ભરતસિંહ સોલંકી સ્વસ્થ હાલતમાં છે. રાજયસભાની ચૂંટણી બાદ કોરોના પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં ભરતસિંહ સોલંકી સારવાર લઈ રહ્યા હતા. કોરોના સાથે ફેફસાની બીમારી અને કિડનીમાં ઇન્ફેકશનના કારણે લાંબો સમય હોસ્પિટલમાં રહ્યા.

(2:45 pm IST)