Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સુરતના સરથાણા વિસ્તારમાં કેશબેકનો લાભ આપવાનું કહી ભેજાબાજે શખ્સ પાસેથી 50 હજાર સેરવી લીધા

સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા રત્નકલાકારે ફોન પે ઉપર કેશબેકનો લાભ મેળવવાની લાલચમાં ગુગલ પરથી મેળવેલા કસ્ટમર કેર નંબર પર કોલ કરતા ભેજાબાજોની ચુંગાલમાં ફસાઇ જતા રૂા. 50 હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો.
કાપોદ્રા મેઇન રોડ સ્થિત એમ. પરેશ નામના હીરાના કારખાનામાં નોકરી કરતા રત્નકલાકાર કેતન ધનજી સુતરીયા (ઉ.વ. 20 રહે. 3, યોગેશ્વર રો હાઉસ, શ્યામધામ ચોક, સરથાણા અને મૂળ દહીથરા, તા. લાઠી, જિ. અમરેલી) એ ગત તા. 24 ના રોજ ફોન પે પરથી મોબાઇલનું રૂા. 598નું રિચાર્જ કર્યુ હતું. ફોન પે પર કેશબેકની ઓફર હોવા છતા તેનો લાભ નહીં મળતા કેતને ગુગલ પરથી ફોન પે નો કસ્ટમર નંબર 9883099648 મેળવી કોલ કર્યો હતો. કોલ રિસીવ કરનારે કેતનની કેશબેકની કમ્પલેઇન નોંધી અમારા સિનીયરનો કોલ આવશે એમ કહ્યું હતું અને ત્યાર બાદ કેતન પર મોબાઇલ નં. 7439448334 પરથી કોલ આવ્યો હતો. મોબાઇલ નં. 7439448334 પરથી વાત કરનાર ભેજાબાજે કેશબેક આપવાની લાલચ આપી કેતન પાસે એની ડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને તેનો 9 ડિજીટનો કોડ તથા બેંક તરફથી કેતનને આવેલા ટેક્સ મેસેજ તથા એક્સીસ બેંકનો ક્રેડિટ કાર્ડ નંબર, સીવીવી નંબર અને કાર્ડની એક્સપાયરી ડેટ મેળવી લઇ પ્રોસેસ કરી જીમેઇલ ચેક કરવા કહ્યું હતું. કેતને જીમેઇલ ચેક કરતા તેના એક્સીસ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રૂા. 84,999 કપાઇ ગયા હતા.

(5:38 pm IST)