Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રશિયાના આર્કટિક વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ બાદ ઊંડા ખાડા જોવા મળતા ચકચાર

નવી દિલ્હી: રશિયાના આર્કટિક વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ બાદ કેટલાક ઊંડા ખાડા થઈ ગયા છે. જેને જોઈને લોકો હેરાન છે અને વૈજ્ઞાનિક પરેશાન. કેમ કે કોઈ સામાન્ય ખાડા નથી. એવુ લાગે છે કે ખાડા આપને સીધા પાતાળમાં લઈ જશે. કેમ કે આ 165 ફૂટ ઊંડા છે. આનો વ્યાસ પણ કેટલાય ફૂટ વધારે છે.

            વિસ્ફોટથી બનેલા ખાડાને લઈને કેટલાય પ્રકારની કહાનીઓ ચાલી રહી છે. કોઈ કહી રહ્યુ છે કે રશિયાએ મિસાઈલ પરીક્ષણ કર્યુ છે. કોઈ કહી રહ્યુ છે કે એલિયન્સના સ્પેસ શિપ અહીંથી નીકળ્યા હશે અથવા તેમણે હુમલો કર્યો હશે. છેલ્લા વર્ષમાં સાઈબેરિયા, રશિયાના આર્કટિક વિસ્તારમાં આવા 17 ખાડા જોવા મળ્યા છે જ્યારે વિસ્તાર પર્માફ્રૉસ્ટ કહેવાય છે. એટલે કે એવી ધરતી જ્યાંની માટી સતત ઓછામાં ઓછા બે વર્ષ સુધી શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાન પર રહી હોય તેવું જણાઈ રહ્યું છે.

(6:42 pm IST)