Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ઓએમજી.....બ્રિટનનું આ 6 મહિનાનું ઘેટું સાડાત્રણ કરોડ રૂપિયામાં વેચાયું

નવી દિલ્હી: બ્રિટનના ચેશાયરના મેકસફીલ્ડ ફાર્મમાં જન્મેલું ડબલ ડાયમન્ડ નામનું 6 મહિનાનું એક ઘેટું સ્કોડલેન્ડના ગ્લાસ્ગોમાં યોજાયેલા ઓકશનમાં સાડાત્રણ કરોડ રૂપિયામાં વેચાયું છે. ઘેટું નેધરલેન્ડસમાં હોઝિયરી યાર્ન અને ચિકન-ફિશ માટે જાણીતા ટેકસલ વિસ્તારમાં ઉછેરાતી ટેકસલ રેમ નામની જાતિનું છે. વેચાણ સાથે ઘેટાના ત્રણ કરોડ રૂપિયાની કિંમતે વેચાણનો અગાઉનો વિક્રમ તુટયો છે.

          ઘેટું પશુઉછેરનો ધંધો કરતા ત્રણ બ્રીડર્સે સાથે મળીને ખરીધું છે. ત્રણ બ્રીડર્સ નવાં ઘેટાં પેદા કરવા માટે ડબલ ડાયમન્ડનો ઉપયોગ કરવા ઇચ્છે છે. ડબલ ડાયમન્ડની ઉંચી કિંમત મળવાનું એક કારણ એનું જન્મસ્થળ પણ છે.અનેક ઘેટાં પેદા કરવાની ક્ષમતા ધરાવતા ટેકસલ રેમની બ્રિટનમાં ઘણી ડિમાન્ડ છે.

(6:43 pm IST)