Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

લડાખ સરહદે ચીની સૈનિકોનો ખડકલો: આક્રમક તેવર: સ્થિતિ અતિ ગંભીર

કાલે મોસ્કોમાં સંભવતઃ ભારત અને ચીનના વિદેશ પ્રધાનો મળશે એ પૂર્વે ચીની સૈનિકો લાઈન ઓફ કંટ્રોલ ઉપર મોટી સંખ્યામાં એકત્ર થયા

 

નવી દિલ્હી :સરહદ પરથી મળતા અહેવાલો મુજબ પૂર્વીય લડાખની સરહદે કોઈક પ્રકારની ગંભીર સ્થિતિ સર્જાયેલ છે. એક તરફ આવતીકાલે મોસ્કોમાં સંભવતઃ ભારત અને ચીનના વિદેશ પ્રધાનો ભોજન સમયે રશિયન વિદેશમંત્રી સાથે મળી રહ્યા છે ત્યારે ચીની સૈનિકો લાઈન ઓફ કંટ્રોલ ઉપર મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને આક્રમક વલણ દર્શાવી રહ્યા હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ)

(11:19 pm IST)