Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

દિલ્હી : ખાલિસ્તાન ફોર્સના બે શકમંદની ધરપકડ કરાઈ

ઇન્દ્રજીતસિંહ ગિલ-જસપાલસિંહ તરીકે ઓળખ થઇ : ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સના શંકામંદ સભ્યોએ આઝાદી દિવસની પૂર્વસંધ્યાએ ખાલિસ્તાનનો ધ્વજ લહેરાવ્યો હતો

નવી દિલ્હી, તા. ૩૦ : દેશની રાજધાની દિલ્હી (દિલ્હી) માં પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ખલિસ્તાન જિંદાબાદ ફોર્સના બે શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરી. અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી. દિલ્હી પોલીસે કહ્યું કે આ બંનેની ઓળખ ઈન્દ્રજીતસિંહ ગિલ અને જસપાલસિંહ તરીકે થઈ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સના આ શંકાસ્પદ સભ્યોએ આઝાદી દિવસની પૂર્વસંધ્યાએ 'ખાલિસ્તાન'નો ધ્વજ લહેરાવ્યો હતો અને પંજાબના મોગા જિલ્લાની ડેપ્યુટી કમિશનર કચેરીની છત પર તિરંગો લહેરાવી દીધો હતો.

             પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે શનિવારે પોલીસને બાતમી મળી હતી કે ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સના બે સભ્યો 'વિદેશમાં હાજર રહેલા તેમના કમાન્ડરોની સૂચનાથી દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા' દિલ્હી આવી રહ્યા છે. આ સમાચાર મળ્યા પછી પુલિને જીટી કરનાલ રોડ ઉપર એક મંદિર પાસે તેમને પકડવા માટે છટકું નાખ્યું હતું. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સ્પેશિયલ સેલ) સંજીવ કુમાર યાદવે કહ્યું કે, "સાંજના ૬.૩૦ વાગ્યે શનિ મંદિર બસ સ્ટેન્ડ પાસે બે વ્યક્તિ જંટ્ઠહઙ્ઘૈહખ્તભી જોવા મળી હતી. પોલીસ તેમની પાસે પહોંચી ત્યારે તેઓ સર્વિસ રોડ તરફ જવા લાગ્યા. પછી લાંબા પીછો કર્યા બાદ તેઓ પકડાયા હતા. ' તમને જણાવી દઈએ કે પૂછપરછ દરમિયાન ઇન્દ્રજીતસિંહ ગિલ ડ્રાઇવરનું કામ કરે છે તેવું જાણવા મળ્યું છે. આ કેસ અંગે પંજાબ પોલીસને જાણ કરવામાં આવી છે.

(12:00 am IST)