Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ભારતીય વિસ્‍તારમાં ટેન્‍ટ નાખવા ૫૦૦ ચીનાઓ આવ્‍યા હતા : બંને દેશના સૈનિકો ઘવાયાના અહેવાલો : શ્રીનગર લેહ રાજમાર્ગ સામાન્‍ય ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્‍યો

પૂર્વી લડાખ સેક્‍ટરમાં ચીનની સરહદ ઉપર બંને દેશોના સૈનિક વચ્‍ચે ફરીથી એકવાર ખૂંખાર અથડામણો થઇ છે. બંને પક્ષે સૈનિકો ઘાયલ થયાના અહેવાલ મળે છે.

ચીની સૈનિકો પેન્‍ગોન્‍ગ સરોવરના દક્ષિણ કિનારે ભારતીય વિસ્‍તારમાં ઘૂસણખોરી કરી અને ભારતીય જવાનોએ તેમને રોકવાની કોશિશ કરી ત્‍યારે અથડામણ સર્જાઇ. ભારતીય લશ્‍કરના દાવા મુજબ ચીની સૈનિકોને પાછા તગેડી દેવામાં આવ્‍યા છે અને બંને પક્ષે જવાનો જખમી થયા ના અહેવાલોને સત્તાવાર માન્‍યતા મળવાની બાકી છે. એક ભારતીય કેપ્‍ટન શહિદ થયાના પણ અહેવાલો મળે છે. સત્તાવાર જાહેરાત થઇ નથી.

લશ્‍કરનો સાજ સરંજામ તાત્‍કાલિક અગ્રીમ હરોળ ઉપર પહોંચાડવા માટે શ્રીનગર લેહ રાજમાર્ગ સામાન્‍ય ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્‍યો છે. અધિકારીઓના કહેવા મુજબ ૫૦૦થી વધુ ચીની સૈનિકો ફરી એકવાર ફરી એલએસી ઉપર ઘુસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા હતા આ સમયે જ બંને દેશોના જવાનો વચ્‍ચે અથડામણ સર્જાઇ હતી. ચીની સૈનિકો પોતાની સાથે ટેન્‍ટ વગેરે સામાન પણ લાવ્‍યા હતા અને કેટલાક ટેન્‍ટ તો તેમણે ઉભા પણ કરી દીધા હતા. પેન્‍ગગોંગ સરોવર પાસે ચીની સૈનિકોએ દ્યુસણખોરી કરવાની કોશિશ કરી જે નાકામ કરવામાં આવી છે. અને ભારતીય જવાનોએ વળતો જવાબ આપ્‍યો છે. પેન્‍ગગોંગ સરોવરના દક્ષિણ કિનારા ઉપર ચીની સૈનિકોએ કબજો જમાવવાની ગતિવિધિ શરુ કરી જેનો ભારતીય સેનાએ જબરજસ્‍ત વિરોધ કરતા અથડામણો સર્જાઇ હતી.

આ ઘટના પછી ભારતે આ વિસ્‍તારમાં સૈનિકોની સંખ્‍યા વધારી દીધી છે અને ચિશૂલ ક્ષેત્રમાં બ્રિગેડ કમાન્‍ડર લેવલની મંત્રણા અત્‍યારે પણ ચાલુ છે. અત્‍યાર સુધીની વાતચીતમાં બંને દેશો પહેલા જેવી સ્‍થિતિ એ સૈનિકોને પાછા લઈ જવા સહમત થઈ ગયા છે પરંતુ ચીન તરફથી વાસ્‍તવમાં પોતાના વાયદાઓ પાળવામાં આવી રહ્યા નથી.(સુરેશ ડુગ્‍ગર)

(6:29 pm IST)