Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

અવમાનના કેસઃ માલ્યાને ઝટકોઃ સુપ્રીમે પુનર્વિચાર અરજી ફગાવી

સુપ્રીમના ૨૦૧૭ના નિર્ણય પર સમીક્ષાનો ઇન્કાર કર્યો

નવી દિલ્હી તા. ૩૧ : દેશમાંથી હજારો કરોડ રૂપિયાની લોનો લઈ ફરાર થઈ રહેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને લગતો આજે એક મહત્વનો નિર્ણય આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને તિરસ્કાર માટે દોષી ઠેરવ્યા, ત્યારબાદ માલ્યાએ સમીક્ષા અરજી કરી હતી. આ અવમાનના કેસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે ૨૭ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ આખો મામલો આર્થિક વ્યવહાર સાથે સંબંધિત છે. માલ્યા કોર્ટના આદેશની વિરુદ્ઘમાં ગયા અને બેંકની લોન ભરપાઈ કરવાને બદલે પૈસા તેમના પુત્રના ખાતામાં ટ્રાન્સફર કર્યા. માલ્યા પર યુએસ ઼ ૪૦ મિલિયન ટ્રાન્સફર કરવાનો આરોપ છે.

કોર્ટના નિર્ણયની વિરુદ્ઘ જઈ બેંકોને લોન ચૂકવવાનો પ્રયાસ કરનાર માલ્યાને આ નિર્ણય ભારે પડી ગયો છે. કોર્ટે માલ્યાને મે ૨૦૧૭માં તિરસ્કાર માટે દોષી ઠેરવ્યો હતો. માલ્યાએ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન ફાઇલ કરી હતી. રસપ્રદ વાત એ છે કે આ વર્ષે ૧૬ જૂને ન્યાયમૂર્તિ વાય.યુ. લલિત અને ન્યાયાધીશ અશોક ભૂષણની ખંડપીઠે જણાવ્યું છે કે રેકોર્ડ અનુસાર, પુનર્વિચાર અરજી ત્રણ વર્ષ સુધી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી નથી.

જો કે, આ પછી, ખંડપીઠે પણ વિલંબ માટે કોર્ટ રજિસ્ટ્રી પાસેથી સ્પષ્ટતા માંગી છે. આ પછી, સમીક્ષાની અરજી પર વિચારણા કરવામાં આવી હતી અને ૨૭ ઓગસ્ટે કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આજે આ કેસમાં ચૂકાદો આવી ગયો છે.

(3:43 pm IST)