Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રોડ અકસ્માતમાં હવે મળશે કેશલેશ ટ્રીટમેન્ટ અને વાહનચાલકોને રૂ.૨.૫ લાખનું કવચ

દેશમાં દર વર્ષે ૫ લાખ જેટલા રોડ એકિસડન્ટના થાય જેમાં અંદાજે ૧.૫ લાખ લોકો મોતને ભેટે છે તો ૩ લાખ જેટલા લોકો કાયમી અપંગ બને છે

નવી દિલ્હી, તા.૩૧: સરકાર ટૂંક સમયમાં માર્ગ અકસ્માતના પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ યોજના જાહેર કરવાની તૈયારી કરી રહી છે. જેમાં પ્રત્યેક કેસમાં રૂ.૨.૫ લાખનું સુરક્ષા કવચ મળશે. આ યોજના દેશના નાગરિકો માટે ઘણી મહત્વની બનશે કારણકે દેશમાં દર વર્ષે ૫ લાખ જેટલા રોડ એકિસડન્ટના થાય જેમાં અંદાજે ૧.૫ લાખ લોકો મોતને ભેટે છે તો ૩ લાખ જેટલા લોકો કાયમી અપંગ બને છે. દેશમાં સૌથી વધુ મોત વાહનોના અકસ્માતમાં થાય છે.

માર્ગ અકસ્માત પીડિતો માટે કેસલેશ સ્કીમ માટે, રાજમાર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલય (MoRTH) દ્વારા મોટર વહિકલ એકિસડન્ટ ફંડની રચના કરવામાં આવશે. રાજયોના વાહનવ્યવહાર સચિવો અને કમિશનરોને આપવામાં આવેલ પરિપત્રમાં માહિતી આપવામાં આવી હતી. આપણા દેશમાં વિશ્વના ૧ ટકા જેટલાં વાહનો છે પરંતુ માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુનો દર વધારે છે.

પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે નેશનલ હાઇવે ઓથોરિટી (NHA) આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં ઉપયોગમાં લેવાતા IT પ્લેટફોર્મને મજબૂત બનાવશે જેનો લાભ રોડ અકસ્માતના દર્દીઓને અકસ્માતના પહેલા કલાક(ગોલ્ડન અવર્સ)માં કેશલેશ સારવાર મળી શકે.

(4:13 pm IST)