Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મેહુલ ચોકસી, જાકિર નાઇક, રાણા કપૂર અને જીજ્ઞેશ શાહ પાસેથી મળ્યુ લાખોનું ફંડ

બીજેપીએ આરજીએફ અંગે કર્યા અનેક દાવાઓ

નવી દિલ્હી, તા.૩૧: બીજેપીએ રાજીવ ગાંધી ફાઉન્ડેશનની ફંડિંગ અંગે ચોંકાવનારા દાવા કર્યા છે. પક્ષના પ્રવકતા સંબિત પાત્રાએ પત્રકાર પરીષદમાં કહ્યું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની કંપનીઓમાંથી ડોનેસન મળતું રહ્યું ચોકસી પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસમાં મુખ્ય આરોપી છે. તેઓએ ચોકસી ઉપરાંત આરજીએફ જાકિર નાઇક, યસ બેંકના રાણાકપૂર અને જીજ્ઞેશ શાહનું પણ નામ લીધુ છે આ દરેક કોઇને કોઇ કૌભાંડના આરોપી છે. પાત્રાએ કહ્યું કે આરજીએફને ડોનેશન કોઇ સજાગ નથી, પરંતુ જાણી-જોઇને કરેલુ ષડયંત્ર હતું.

પાત્રાએ કહ્યું કે મેહુલ ચોકસીના નામ પર ગીતાંજલી ગ્રૃપ છે. તે અંતર્ગત વધુ એક કંપની આવે છે. મેસર્સ નવી રાજ એસ્ટેટસ આ કંપનીએ ૨૯ ઓગષ્ટ ૨૦૧૭ના રોજ રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચેક નં.૬૭૬૪૦૦ના માધ્યમથી ૧૦ લાખ રૂપિયા ડોનેટ કર્યા બીજેપી નેતાએ દાવો કર્યો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશને યસ બેંકને ૯.૪૫ લાખ રૂપિયા મળ્યા તે રાણાકપૂરના પૈસા નહોતા પરંતુ પૈસા યસ બેંકથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ડાયવર્ટ કરવામાં આવ્યા.

બીજેપી નેતાએ ત્રીજુ નામ લીધુ જીજ્ઞેશ શાહનું પાત્રાએ કહ્યું કે જીજ્ઞેશ શાહ એનએસઇએલ કૌભાંડ માટે કુખ્યાત છે તેઓએ કહ્યું કે એનએસઇએલ વિરૂધ્ધ પીએમએલએનો કેસ ચાલી રહ્યો છે. એફટીઆઇએલે આરજીએફને ૨૭ ઓકટોબર ૨૦૧૧ના રોજ ૫૦ લાખનું ડોનેશન આપ્યું. જીજ્ઞેશ શાહ અને એફટીઆઇએલે ૫૬૦૦ કરોડ રૂપિયાનો અપરાધ કર્યા. તેનો એક મોટો ભાગ આરજીએફને અપાયો.

પાત્રાએ કહ્યું કે જાકિર નાઇકનો ઇસ્લામિક રિર્સચ ફાઉન્ડેશનમાં ૮ જુલાઇ ૨૦૧૧ના રોજ ૫૦ લાખ રૂપિયા આરજીએફને ડોનેટ કર્યા જે એકાઉન્ટ નંબરથી ડોનેશન થયુ તેને પીએમએલએ હેઠળ સીઝ કરવામાં આવ્યું. જયારે પકડાય તો ફાઉન્ડેશને તે પૈસા તે જ બેંકના બીજા ખાતામાં મોકલી દીધા.

(4:14 pm IST)