Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

યુ.એસ.માં કોવિદ-19 પીડિતો માટે સેવા ઇન્ટરનેશનલ હ્યુસ્ટન ચેપટરની માનવ સેવા : પીડિત પરિવારો માટે જીવન જરૂરી ચીજોની કીટનું વિતરણ ઉપરાંત પ્લાઝમા ડૉનેશનનું પણ આયોજન

હ્યુસ્ટન : યુ.એસ.માં કોવિદ-19 પીડિતો માટે  સેવા ઇન્ટરનેશનલ હ્યુસ્ટન ચેપટર દ્વારા માનવ સેવા હાથ ધરાઈ છે.જે મુજબ પીડિત પરિવારો માટે જીવન જરૂરી ચીજોની કીટનું  વિતરણ કરાઈ રહ્યું છે.ઉપરાંત પ્લાઝમા ડૉનેશનનું  પણ આયોજન કરવામાં આવ્યું છે.જે કોવિદ -19 ની રસી અમલમાં ન આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.
 સેવા ઇન્ટરનેશનલ હ્યુસ્ટન ચેપટર દ્વારા કરાઈ રહેલી સેવામાં કોઈપણ જાતના નાતજાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી.સેવા વોલન્ટિયર્સ તમામ જરૂરિયાતમંદોને કીટ વિતરણ કરે છે.તથા  પ્લાઝમા ડૉનેશન સેવા પણ ચાલુ રાખેલ છે.તેવું આઇએએન દ્વારા જાણવા મળે છે.

(2:05 pm IST)
  • સરહદે ઉપર ચીની આક્રમણઃ મડાગાંઠ ઉકલે તેમ નથીઃ લાઈન ઓફ કન્ટ્રોલને પશ્ચિમ તરફ ધકેલી રહેલી ચીની ડ્રેગન : સરહદ ઉપર ચીનાઓનું આક્રમણ ચાલુ જ છેઃ પૂરતા પ્રમાણમાં સૈન્ય ખડકી દીધું છેઃ નજીકના ભવિષ્યમાં મડાગાંઠ ઉકેલાય તેવી કોઈ સંભાવના નથીઃ ડીફેન્સ વર્તુળોને ટાંકી ન્યુઝ ફર્સ્ટનો અહેવાલઃ સંરક્ષણ વર્તુળો વધુમાં કહે છે કે ચાઈના 'લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ'ને મજબૂતાઈથી પશ્ચિમ તરફ ધકેલી રહેલ છે access_time 4:09 pm IST

  • લો પ્રેસર રાજસ્થાન તરફ ફંટાયું: આ સિસ્ટમની અસરથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી:ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી:24 કલાક બાદ વરસાદની તીવ્રતા ઘટશે: અત્યારસુધી રાજ્યમાં 120 ટકા વરસાદ વરસ્યો છે access_time 9:58 pm IST

  • સીબીડીટી"ના ચેરમેનપદે મોદીને ૬ મહિનાનું એક્સટેન્શન : "સીબીડીટી"ના ચેરમેનપદે શ્રી પી સી મોદીને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હોવાનું જાહેર થયું છે. access_time 10:33 pm IST