Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ટ્રાફિક ભંગના કેસોથી બચવા વાહનની નંબર પ્લેટમાં ચેડા કરી નંબર બદલાવવા અંગે કૌભાંડ

નિર્દોષ લોકોને મેમા મળતા મુખ્યમંત્રીને પત્ર પાઠવતાં એડવોકેટ ગોપાલ ત્રિવેદી

રાજકોટ તા. ૯: રાજકોટ શહેરમાં ટ્રાફીક ભંગના કેમેરા દ્વારા થતાં દંડથી બચવા નંબર પ્લેટમાં ચેડા થઇ રહ્યાનું બહાર આવેલ છે. જેના કારણે નિર્દોષ લોકોને દંડના ચલન ફટકારવામાં આવી રહ્યા હોય મુખ્યમંત્રીને આ અંગે પત્ર પાઠવી યોગ્ય કરવા જણાવાયું છે.

રાજકોટ શહેરના એક મધ્યમ વર્ગનો મજુરી કરતો યુવક જેનું નામ હાર્દીક શાંતીલાલ ગોહેલ સરનામું: ગોહીલ નિવાસ કૈલાસ પાર્ક શેરી નં. ર રણુજા મંદિર પાસે કોઠારીયા રોડ રાજકોટ. મો. નં. ૭૭૭૮૦ ૮૭૬૭૩ ની પોતાની માલીકીનું મોટર સાયકલ નં. જીજે૦૩-જેએન-૬પ૮૦ ધરાવે છે. જે મહીને મજુરી કરી રૂ. ૧૦,૦૦૦/- કમાતો આમ નાગરીકની મોટર સાયકલ નંબર પ્લેટમાં એચએસઆરપી એટલે કે ભારત સરકાર તથા ગુજરાત સરકારના આર.ટી.ઓ માન્ય તથા તેના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે. તે મુજબની છે. તેમજ સદરહું મોટર સાયકલના બન્ને વ્હીલ મેગવ્હીલ છે. તથા તેનો નંબર પ્લેટ ઉપરનો લાઇટ મોરોમાં અમોએ કૃષ્ણ ભગવાનનું સ્ટીકર લગાવેલ છે. તેમ છતાં તેને ૩ મેમો ટ્રાફીકના કેમેરા દ્વારા ટ્રાફીક ભંગના ચલનથી એમ.વી. એકટની કલમ ૧૭૭/૧૮૪ ટ્રાફીક ભંગના ગુન્હા બદલ નોટીસ પાઠવવામાં આવેલ છે. જે ચલનમાં જણાવેલ ફોટા મુજબની નંબર પ્લેટ મોટર સાયકલના ફોટામાં જણાવે છે તે નંબર પ્લેટ ફીટ કરવામાં આવેલ છે તે મોટર સાયકલના માલીક તે નથી.

સદરહું મોટર સાયકલના ચાલક કોણ છે તે પણ અમે જાણતા નથી અમારીં માલીકીનું મોટર સાયકલ જાતે વાપરીએ છીએ. કોઇ સગાસબંધી કે મિત્રોને આપતા નથી. જે ટ્રાફીક મેમા દર્શાવેલ વ્યકિત કે નંબર પ્લેટ અમારી માલીકીની નથી. અમારા નંબરનો કોઇ અજાણ્યા વ્યકિત ઉપયોગ કરે છે. જે કોઇ ગુન્હાહીત પ્રવૃતિ કરવા અમારી જુની નંબર પ્લેટ અથવા અમારા નંબરનો કોઇ વ્યકિત દંડથી બચવા માટે કરેલ છે. જે અંગે અરજદાર વતી રાજકોટના એડવોકેટ ગોપાલભાઇ ત્રિવેદીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે.

(2:39 pm IST)