Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ભોમેશ્વર હાઉસીંગ સોસાયટીમાં સીનીયર સીટીઝનનો કિંમતી પ્લોટ પચાવી પાડી કૌભાંડ થતાં પોલીસમાં કરેલ ફરિયાદ

રાજકોટ,તા.૩૧ : અત્રેની ભોમેશ્વર કો-ઓપ. હાઉસીગ સોસાયટીમાં પોતાની માલીકી અને કબજાનો પ્લોટ ધરાવતા સીનીયર સીટોઝન સુરેશભાઈ સેજપાલની લાખો રૂપિયાનો કિંમતના જમીનનો પ્લોટ પચાવી પાડવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો કરવામા આવતા આ અંગે પોલીસ કમિશ્નર રાજકોટને લેખિત ફરીયાદ કરવામા આવલ હતી જેમા ગોંડલના સંજયભાઈ જેન્તીભાઈ દેસાણી, ઠે. ખોડીયાર લોજ, મધુકાત મોહનલાલ શાહ, ગૌતમ જગદીશભાઈ કાચા, રવિ મસરીભાઈ કડોરીયા, સલીમભાઈ ફારૂકભાઈ તથા પોલીસ તપાસમાં ખુલે તે તમામ સામે ફરીયાદ કરેલ છે.

આ બનાવની ટુંકમા હકીકત એ મુજબ છે કે, ફરીયાદી સુરેશભાઈ સેજપાલ સીનીયર સીટીઝન છે. તેઓએ ૧૯૦૮ ની સાલમાં ભોમશ્વર કો-ઓપ. હાઉસીગ સોસાયટીમા ૦૬૩૧ વાર જમીન ખરીદ કરેલ હતી. જે જમીનમાંથી ૩૦૦ વાર ઉપર રહેણાકનું મકાન બનાવેલ હતુ અને બાકીની ૩૩૧ વાર જમીનને કપાઉન્ડ વોલ બાંધી રાખેલ હતી અને ફરીયાદીને મકાનની જરૂર ન રહેતા તેનુ વેંચાણ કરેલ હતુ. મિલ્કત ખરીદ કરેલ ત્યારથી કબ્જો - ભોગવટો પણ ફરીયાદી પાસે હતો.

આજથી આશરે ૩-૪ માસ પહેલા ફરીયાદી પોતાના પ્લોટ ઉપર આટો મારવા ગયેલ ત્યારે તેઓના ઘ્યાનમાં આવેલ કે તે પ્લોટની દિવાલ કોઈએ તોડેલ છે. જેથી ફરીયાદીએ તે દિવાલ ફરીથી બાંધવાનુ ચાલ કરેલ તે વખતે ભોમેશ્વરમા રહેતો સલીમભાઈ આવી ફરીયાદીને ધમકી આપેલ કે, 'આ પ્લોટ ઉપર મારો કબ્જો છે અને હવેથી અહિંયા આવતા નહી, નહીંતર સારાવાટ નહી રહે' જથી ફરીયાદીએ આ બાબતે જે તે વખતે ગાધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ હતી.

આ દરમિયાન ફરીયાદીને પોતાના પ્લોટ બાબતે કોઈ કૌભાંડ થયેલ હોવાનુ જણાયેલ. એ દરમિયાન આરોપી સલીમભાઈ, ફારૂકભાઈ તથા સદામભાઈ નામની વ્યકિતઓ તેને મળેલ અને આ પ્લોટ વેચાય ગયેલ છે અને અમે ખરીદ કરેલ છે તેવુ જણાવી એક દસ્તાવેજની ઝેરોક્ષ નકલ આપેલ જેમા મિલ્કત ખરીદનાર તરીકે ગોંડલના ભોજપરાના રહીશ સંજય જેન્તીલાલ દેસાણી, ઠે. ખોડીયાર લોજના જોગનો હતો અને તેમા વેચનાર તરીકે મુખત્યાર દરજજે મધુકાંત મોહનલાલ શાહ નામના વ્યકિતની સહી હતી તથા ગૌતમ જગદીશભાઈ કાચા, રહે. માયાણીનગર, આર-એમ.સો. કવાટર, રાજકોટ તથા રવિ મસરીભાઈ કડોરીયા, રહે. વિનાયક પટ્રોલપંપ પાછળ, મોટી ખાવડી, જામનગરનાઓએ સહીઓ કરેલ હતી.

સદરહુ દસ્તાવેજ બનાવવા માટે બધા આરોપીઓએ ભેગા મળી ફરોયાદીના નામનુ ખોટા અને બનાવટી પાનકાર્ડ, કુલમુખત્યારનામુ વિગેરે ઉભા કરેલ અને તેના આધારે તહોમતદારોએ પોતાના લાભ જોગ ખોટા અને બનાવટી દસ્તાવેજો ઉભા કરી ફરીયાદીની માલીકીની અને કબ્જા ભોગવટાવાળો લાખો રૂપિયાનો આ પ્લોટ પચાવી પાડવા માટે કારસો રચેલ હતો અને તેમા અન્ય આરોપીઓએ ગેરકાયદસર ઘુસણખોરી કરો કબ્જો કરવાનો પ્રયત્ન કરતા ફરીયાદીએ આ બાબતે પોલીસ કમિશ્નરને લેખિતમાં ફરીયાદ આપતા સદરહુ ફરીયાદને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને તપાસ અર્થે મોકલી આપવામા આવેલ છે.

આ ફરીયાદની જમીન કૌભાંડકારી તત્વોમાં ફફડાળ ફેલાયેલ છે. તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા આ પ્રકારના ગુન્હાઓ કરનારાઓ સામે ગુજરાત લેન્ડ ગબીગ એકટનો ઉપયોગ કરો શકે તે માટે કાયદાનુ નિર્માણ કરેલ છે તેને ઘ્યાનમાં રાખતા આરોપીઓ સામે આ કાયદાની જોગવાઈઓ તળે પણ કાર્યવાહી થાય તેવી સેભાવનાઓ જોવાઈ રહી છે.

(3:43 pm IST)