Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

દિવ્યતાથી છલકતું જેકે બ્રાન્ડ એર ફ્રેશનર

લોકપ્રિય ગાયક જયેશભાઇ દવેના જીવનસાથી કૃપાબેન દ્વારા નિર્મિત : કપૂર સહિતની સામગ્રીથી તૈયાર થયેલું એર ફ્રેશનર નેગેટીવીટી - બેકટેરિયા દૂર કરી, સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે : ઘર - ઓફિસ - મોટરકાર માટે ખૂબ ઉપયોગી : રૂ. ૯૯માં એક મહિનાથી વધારે ચાલે : એર ફ્રેશનર બનાવતા સમયે દિવ્ય મંત્રો ગુંજતા રાખીએ છીએ : કૃપાબેન

રાજકોટ તા. ૩૧ : વર્તમાન મહામારીના સમયમાં માહોલ શુધ્ધ - પવિત્ર રાખવો અનિવાર્ય બન્યો છે. આ માટે વિવિધ એરફ્રેશનર માર્કેટમાં ઉપલબ્ધ છે, પરંતુ તેમાં રહેલી કેમિકલયુકત સામગ્રીના કારણે આરોગ્યને નુકસાન થવાની સંભાવના વધી જાય છે.

રાજકોટના લોકપ્રિય ગાયક કલાકાર જયેશભાઇ દવેના જીવનસાથી કૃપાબેને દિવ્યતાથી છલકતું એરફ્રેશનર બનાવ્યું છે, જે લોકપ્રિય બન્યું છે. જયેશભાઇ મલ્ટીપલ સિંગર છે. ૨૪ વર્ષની કારકિર્દીમાં અનેક વિદેશ ટુર કરી ચુકયા છે. 'અકિલા'ની મુલાકાતે આવેલા જયેશભાઇ તથા કૃપાબેને જણાવ્યું હતું કે, એક મિત્રની ગાડીમાં આવું એરફ્રેશનર જોયું હતું, તેમાંથી પ્રેરણા લઇને જે.કે. બ્રાન્ડથી એરફ્રેશનર બનાવવાના શરૂ કર્યા છે.

કૃપાબેન વિવિધ સ્કીલના નિષ્ણાત છે. સિવણથી માંડીને ફેશન ડિઝાઇનર સુધીના કોર્ષ વિધિવત કર્યા છે. તેઓ કહે છે કે, આસપાસનો માહોલ પવિત્ર અને દિવ્ય તથા આરોગ્યપ્રદ બને તે જરૂરી છે. ભારતીય પરંપરામાં કપૂરનું ખૂબ મહત્વ છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતું કપૂર નકારાત્મક ઉર્જા ખેચીને સકારાત્મક ઉર્જા વહન કરે છે.

જે કે બ્રાન્ડ એરફ્રેશનરમાં મુખ્યત્વે કપૂર ઉપરાંત અન્ય દિવ્ય - આરોગ્યપ્રદ - સુગંધી સામગ્રી ઉમેરવામાં આવી છે. શાસ્ત્રો પ્રમાણે આવું એરફ્રેશનર બિમારીના વાયરસ દૂર કરવા ઉપરાંત નકારાત્મક ઉર્જાને પણ દૂર કરીને વાતાવરણને પવિત્ર તથા સુગંધી બનાવે છે.

શાસ્ત્રોકત પધ્ધતિથી તૈયાર કરવામાં આવતા આ એરફ્રેશનર બનતા હોય ત્યારે સતત દિવ્યમંત્રો ગુંજતા રાખવામાં આવે છે. આ ઉપરાંત એરફ્રેશનર નિર્માણ સમયે પવિત્રતાની કાળજી રાખવામાં આવે છે.

કૃપાબેન કહે છે કે, ઓર્ડર પ્રમાણે વિવિધ ડિઝાઇન - શેઇપમાં પણ એરફ્રેશનર તૈયાર કરી આપીએ છીએ. એક એરફ્રેશનરની કિંમત રૂ. ૯૯ રાખવામાં આવી છે, જે એક મહિનાથી વધારે સમય માહોલ પવિત્ર - ઉર્જાવાન - સુગંધી કરતું રહે છે.

ઘરમાં - ઓફિસમાં - વાહનો - મોટરકારમાં આ એરફ્રેશનર લટકાવી દેવાથી માહોલ મસ્ત બની શકે છે.

કૃપાબેન ડ્રીમ કેચર બનાવવાના પણ નિષ્ણાત છે. કલાત્મક ડ્રીમ કેચર્સ ખૂબ લોકપ્રિય બન્યા છે. આ ઉપરાંત ડિઝાઇન કવર, કલાત્મક સાડી બોકસ વગેરે પણ બનાવે છે. ફેશન ડિઝાઇનિંગ ટીચિંગ કાર્ય પણ કરે છે.

દિવ્ય એરફ્રેશનર બનાવવાનો તેમનો પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે. વર્તમાન માહોલમાં એરફ્રેશનરની માંગ ખૂબ વધી છે. આ અંગે વધારે વિગતો માટે મો. ૯૯૦૯૯ ૮૮૦૦૭ / ૯૮૨૫૯ ૯૮૦૦૭ / ૮૮૬૬૨ ૨૬૬૯૬ નંબર પર સંપર્ક થઇ શકે છે.

(3:47 pm IST)