Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

નખત્રાણાની જીએમડીસી કોલેજને પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહના પ્રયાસોથી ગ્રાન્ટેએડ મંજૂરી મળતા પાટીદાર સમાજ દ્વારા આભારની લાગણી સાથે સન્માનિત કરાયા

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના કેન્દ્રીય કાયૉલય નખત્રાણા મધ્યે સમાજના પ્રમુખ શ્રી અબજીભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને નખત્રાણાની જી.એમ.ડી.સી કોલેજને  અબડાસા વિસ્તાર ના પૂવૅ ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહના તેમજ ગુજરાત સરકારના પ્રયાસોથી ગ્રાન્ટેએડ મંજૂરી કરાવવા બદલ પાટીદાર સમાજ વતી ઉપસ્થિત જ્ઞાતિના અગ્રણીઓએ આભાર ની લાગણી સાથે સન્માનિત કરેલ તેમજ સમાજના પરદેશમાં વસતા ટ્રસ્ટીઓ એ ટેલીફોનીક સુભેચ્છાઓ આપી કાર્ય ને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

(9:20 pm IST)