Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

હળવદમાં મુખ્યમંત્રી કિસાન યોજના માર્ગદર્શન

હળવદ : ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના તથા આત્મનિર્ભરઙ્ગ ભારત અંતર્ગત ખેડૂતોને મદદરૂપ થવા નવી યોજના માટે નું ખેડૂતોને ખેડુત લગતી વિવિધ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ બોદ્યરા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.ઙ્ગજેમાં રાજય સરકારે ખેડૂતલક્ષી અને વરસાદના કારણે નુકસાની તેમજ ખેડૂતોની વિવિધ કલ્યાણકારી યોજના ની ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. પ્રાસંગિક પ્રવચન આપતા જળ સંચય યોજનાનાચેરમેન ડો.ભરતભાઈઙ્ગ બોદ્યરાએ જણાવ્યું હતુ કે રાજય સરકાર દ્વારા ખેડૂતોની ચિંતા કરી કોરોનાની મહામારી વચ્ચે પણ ખેડૂતોને ભારે વરસાદમાં નુકસાનીઙ્ગ નુઙ્ગ સર્વે કરી ને ખેડૂતો માટે ની નવી યોજના જેવી કે.ઙ્ગ દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી , કિસાન પરિવહનયોજના, પ્રાકૃતિક કૃષિ પદ્ઘતિ ,ઙ્ગ જીવામૃત બનાવવાની માટેઙ્ગ કિટસહાય યોજના,ઙ્ગ ખેડૂતો અને ખેત મજૂરો માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ યોજના. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટકચર યોજના, ટપક સિંચાઈ મારફત પાણીના કરકસરથી ઉપયોગ માટે કોમ્યુનીટી બેઝ ભુગર્ભ પાણીના ટાંકા બનાવવા સહાય યોજના., બાગાયત ખેતી માટે વિનામૂલ્યે છત્રી શેડ કવર પુરા પાડવાની યોજનાસહિતની યોજનાનો ખેડૂતોને સાધનઙ્ગ સહાય તેમજ ખેડૂતોને નુકસાની નું વરસાદનું સર્વે કરવામાં આવશેઆપવામાંઙ્ગ આવશે. પરસોત્ત્।મભાઈ સાબરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા .હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ .જિલ્લા વિકાસ અધિકારી પી જે ભગદેવ, તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, હળવદ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ પટેલ,ઙ્ગ નાયબ ખેતી નિયામક એસ.એ. સીણોજીયા, મોરબીજિલ્લા ખેતીવાડી અધિકારી ડો.વિક્રમસિહ ચૌહાણ , હળવદ ખેતીવાડી વિસ્તરણ અધિકારી બેલાબેન પટેલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાંહળવદઙ્ગ વાકોનેરઙ્ગ તાલુકાનાઙ્ગ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન શિક્ષક ગજેન્દ્રભાઈએ કર્યું હતુ.કાર્યક્રમના મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવોની તસ્વીર.

(10:55 am IST)