Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રાત્રે ગાંધીધામ, અંજાર ૩, ભુજ,ભચાઉ, રાપર, ભુજમાં ધોધમાર

ગાંધીધામ ૪ અંજાર-૩, ભુજ-ભચાઉ બે ઇંચ, અન્યત્ર ઝરમર

ભુજ તા. ૩૧: ગઇકાલે રવિવારે દિવસ બાદ રાત્રે પણ કચ્છમાં વરસાદી માહોલ રહ્યો હતો. રાત દરમ્યાન ગાંધીધામમાં ધોધમાર ચાર ઇંચ, અંજાર ૩ ઇંચ, ભુજ, ભચાઉમાં ર ઇંચ વરસાદ પડી ગયો હતો. જયારે અન્યત્ર ઝરમર સાથે નખત્રાણા, રાપરમાં દોઢ ઇંચ, અબડાસા, મુન્દ્રામાં એક ઇંચ, માંડવી અડધો ઇંચ વરસાદ અને લખપતમાં સામાન્ય ઝાપટા પડયા હતા. આજે પણ સવારથી કચ્છમાં વરસાદી માહોલ છે.

(11:52 am IST)