Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

જસદણના લાખાવડમાં પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

 તાજેતરમાં જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રૂ. ૨૫.૫૦ લાખના ખર્ચે નવનિર્મિત સુવિધાસભર પેટા આરોગ્ય કેન્દ્રનું રાજ્યના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિતારના છેવાડાના માનવીને આરોગ્યલક્ષી સારવાર સબબ તાલુકા મથક સુધી જવું ન પડે અને ખાસ કરીને ગામડાના અશકત વૃધ્ધોને ઘરઆંગણે જ સારવાર મળી રહે તે માટે રાજય સરકારે તાલુકાના મોટા મથકે પ્રાથમીક અરોગ્ય કેન્દ્ર તથા બે થી ત્રણ ગામ વચ્ચે પેટા આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરાઇ રહ્યા છે. રાજય સરકાર રાજયાન તમામ વિસ્તારોમાં ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સુવિધા પહોંચાડવા પ્રતિબધ્ધ છે. તે અંતર્ગત નાની લાખાવડ ગામે શરૂ કરાયેલ. આ પેટા આરોગ્ય કેન્દ્રમાં તબીબ નિદાન અને સારવાર સાથે વેલનેસ સેન્ટર કે જેમાં તમામ સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ અને નાાન બાળકોનું રસીકરણ તથા સ્વાસ્થય બાબતે સઘન સારવાર મળી રહેશે. આ ઉપરાંત વૃધ્ધો માટે ખાસ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની નીમણુંક પણ કરાશે. આ કાર્યક્રમમાં જિલ્લા કવોલિટી અધિકારીશ્રી પી.કે.સીંઘ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી સી.કે.રામ, મેડીકલ ઓફીસર ડો. કનેસરા, આયુષ મેડિકલ ઓફિસર ડો.પ્રીયંકા વોરા, ઉપપ્રમુખશ્રી મનસુખભાઇ, તાલુકા પંચાયત સભ્યશ્રી મુન્નાભાઇ ધોળકીયા, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરશ્રી એન.આર.મકવાણા,  સુપરવાઇઝરશ્રી પી.એમ.શુકલા, ફિમેલ હેલ્થ વર્કરશ્રી ભારતીબેન ઠુંમર સહિત  આરોગ્યનો તમામ સ્ટાફ અને વહિવટીય અધિકારીઓ, આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:55 am IST)