Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

અમરેલીના પનોતા પુત્ર રાજયના પ્રથમ મુખ્યમંત્રી

અમરેલીમાં ડો. જીવરાજ મહેતાને જન્મજયંતિ અવસરે ભાવવંદના કરતા દિલીપ સંઘાણી સહિતના આગેવાનો

અમરેલી : ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના જન્મજયંતિ પ્રસંગે અમરેલીના પુર્વ સાંસદ દિલીપ સંધાણી ડો. મહેતાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા તથા બીજી તસ્વીરમાં ડો. જીવરાજ મહેતાએ સ્થાપેલ કોલેજમાં અભ્યાસ કરી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એકઠા થઇ શ્રધ્ધાંજલી આપેલ તે વિદ્યાર્થીઓ નજરે પડે છે. (૯.૬)

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૧ :  અમરેલીના પનોતા પુત્ર અને રાજયના પ્રથમ કુશળ મુખ્યમંત્રી ડો. જીવરાજભાઇ મહેતાના જન્મદિવસે પૂર્વ કેબીનેટ મંત્રી-ગુજકોમાસોલાના ચેરમેન દિલીપ સંઘાણીએ ભાવવંદના અર્પણ કરી હતી આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવ લીયા, જીલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઇ પાનસુરીયા, શહેર ભાજપ તુષારભાઇ જોશી, આગેવાનોમાં બાબુભાઇ પટેલ, લાલભાઇ નાકરણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમ યાદીમાં જણાવાયેલ છે.

ડો. જીવરાજ મહેતા નખશીખ પ્રમાણિક અને ઉમદા વ્યકિતત્વ ધરાવતા હતા. તેઓશ્રી સાથેના સને ૧૯૭૧ ના સંસ્મરણો વાગોળતા તે સમયનાં યુવાન અને સામાજીક અગ્રણી, વિદ્યાર્થી નેતા શ્રી બાલાભાઇ માંજરીયાએ જણાવ્યું છે કે જીવરાજ કાકા સાદાઇની મૂર્તિ સમાન હતાં.

સને -૧૯૭૧ની લોકસભા ચૂંટણીમાં અને સૌ વિદ્યાર્થી ભાઇઓ-બહેનો મુરબ્બી જીવરાજકાકાને ચુંટણીમાં ભવ્ય વિજય અપાવવા પ૦ થી ૬૦ વિદ્યાર્થી ભાઇ-બહેનો રાત-દિવસ તન, મન, ધનથી વિજયી બનાવવા અમરેલી, કોડીનાર, ઉના, વેરાવળ (ત્યારનાં સમયમાં આ વિસ્તારો સમાવિષ્ટ હતા) જેવા દૂર-સુંદરનાં વિસ્તારોમાં ફરી પ્રચાર કાર્ય કરેલ. કારણે કે સૌ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને જીવરાજ કાકાને સ્થાપેલ કોલેજોમાં અમો અભ્યાસ કરી શકયા તેનું ઋણ ચુકવવાનો એક નમ્ર પ્રયાસ હતો.

આ સમયમાં વાહન વ્યવહારની સગવડ નહીવત હતી. તેથી એક ટ્રકમાં બધા વિદ્યાર્થી ભાઇઓ-બહેનો પ્રવાસ કરી ઝંઝાવાતી પ્રચાર કાર્ય કરેલ. આ ચૂંટણીમાં મુ. જીવરાજકાકાનો વિજય થતા તેઓ આખા ગ્રુપને તેડાવી, પૂ. હંસાબાના હાથની રસોઇ જમાડી પાર્ટી આપેલ તેમજ તમામ વિદ્યાર્થી ભાઇઓ- બહેનો સાથે ગ્રુપ ફોટો પડાવી તમામને પૂ. જીવરાજકાકાએ સપ્રેમ ભેટ તરીકે આપેલ.

આ વિદ્યાર્થી મંડળમાં સર્વ બાલાભાઇ માંજરીયા, હકુભાઇ ભીમજીયાણી, અશ્વિનભાઇ કે.વી.પરીખ, અશોકભાઇ ભીમજીયાણી, ચિમનભાઇ ઝીંઝુવાડીયા, ટી.વી. કાબરીયા, નનકુભાઇ ઝાલાવાડીયા, નનકુભાઇ માંજરીયા, ગુણવંતભાઇ મણીયાર, પોપટ કાબરીયા, કે.જી. દવે, ગોવિંદ કાબરીયા, દિપક મહેતા પી.સી. સાવલીયા, શરદભાઇ સંઘવી, વ્યાસભાઇ બહેનો સર્વશ્રી રેખાબેન કોઠારી, મલકાણબેન, મહેતાબેન, હંસાબેન સંઘવી, જનશકિતબેન પાણેરી, અંજનાબેન પરીખ, પ્રાંચીબેન (અરૂણાબેન) કોઠારી, માયાબેન સંઘવી, વોરાબેન વગેરે જોડાયેલ. તે સુખદ સ્મૃતિરૂપે તસ્વીરમાં દ્રષ્ટિગોચર થાય છે.

(1:04 pm IST)