Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ઝાલાવડમાં મેઘ મહેરઃ ૧૫ દિ'માં ચોથીવાર ધોળી ધજા ડેમ છલકાયો : વઢવાણમાં ૧૭ મકાનો ધરાશાયી

લખતર-૪ાા, વઢવાણ, થાન-૨ાા અને ધ્રાંગધ્રામાં બે ઇંચ વરસાદ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩૧: થોડા દિવસો પહેલા જિલ્લામાં પડેલ ધોધમાર વરસાદે વિરામ લીધો હતો અને ફરી જનજીવન થાળે પડયું હતું. ત્યારે ફરી વરસાદની સીસ્ટમ સક્રીય થતાં અચાનક રાજયભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું જેમાં વ્હેલી સવારથી સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના લખતર, પાટડી, ધ્રાંગધ્રા, લીંબડી, ચુડા, સાયલા સહિતના તાલુકાઓમાં પણ ધીમીધારેથી લઈ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો.

થોડા દિવસો પહેલા પડેલ ભારે વરસાદને પગલે જિલ્લાભરનાં ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતાં મોટાપાયે નુકશાની પહોંચી છે ત્યારે ફરી સાર્વત્રિક વરસાદ પડતાં ખેડુતોમાં ચીંતાની લાગણી ફેલાઈ જવા પામી હતી. જયારે વરસાદને પગલે વહિવટી તંત્ર પણ સર્તક બન્યું હતું અને જિલ્લાભરનાં ડેમોમાં પાણીની આવક વધતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યાં હતાં.

જિલ્લામાં પડેલ ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં લોકો સહિત વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જયારે રહેણાંક વિસ્તારોઙ્ગ અને મુખ્ય માર્ગો જેમ કે દાળમીલ રોડ, માઈ મંદિર રોડ, ૮૦ ફુટ રોડ, ૬૦ ફુટ રોડ, રાજકોટ બાયપાસ રોડ તેમજ રહેણાંક સોસાયટીઓ લક્ષ્મીપરા, શકિતપરા, સર્વોદય સોસાયટી, પારસ સોસાયટી, નુરેમહંમદી સોસાયટી, બાલાશ્રમ રોડ, હરેકૃષ્ણ સોસાયટી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાતાં રહિશો, મહિલાઓ, વૃધ્ધો તેમજ બાળકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો.ઙ્ગ અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા કરોડોના ખર્ચે ગટર સહિત વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ વરસાદમાં અનેક જગ્યાએ વરસાદી પાણીનો નિકાલ ન થતાં તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભાં થયાં હતાં અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં લખતરમાં, વઢવાણ,થાન અઢી અને ધ્રાંગધ્રામાં બે ઇંચ પાણી પડ્યું છે.

વઢવાણમાં સતત વરસાદના પગલે ગઇ કાલે એક જ વિસ્તારમાં ૧૭ મકાનો એક સાથે ધરાશાયી બની જવા પામ્યા છે. વઢવાણ નગરપાલિકા વોર્ડ નંબર ૯માં વિસ્તારમાં વધારે મકાનઙ્ગ અને દીવાલો ધરાસાય થતા નાના ગરીબો ઘર વિહોણા બની જવા પામ્યા છે અને એકસાથે વોર્ડ નંબર નવના વિસ્તારમાં ૧૭ મકાનો ધરાશાયી થતા ૧૭ પરીવારો ઘરવિહોણા હાલમાં બની ગયા છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક તેમણે આ બાબતે સહાય પેકેજ જાહેર કરીને તાતકિલક રકમ ચૂકવવા આગેવાનો દ્વારા માગ કરવામાં આવી છે .

મકાન વરસાદના પગલે ઘસી જવા પામ્યા છે. ત્યારે સદનસીબે કોઇ પણ જાતની જાનહાની એક પણ પરિવારના થવા પામી નથી.

(1:06 pm IST)