Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ધોરાજીમાં મહોર્રમની સાદગીભેર ઉજવણી : પોલીસ જાપ્તો કડક રહ્યો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૩૧: સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કોરોનાઙ્ગ સંક્રમણ ન ફેલાય તેવા હેતુથી ધોરાજીમા મોહરમ માસની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી હતી.

 લોકોએ ઘરમાં રહી અને ઈબાદત કરી હતી.સરકારશ્રીના આદેશ મુજબ તાજિયા બનવા માં આવેલ હતા ડી વાય એસ પી સાગર બાગ માર ઇન્સ્પેકટર હુકુમત સિંહ જાડેજા, પી એસ આઈ શૈલેષ વસાવા, મહિલા પીએસઆઇ નયનાબેન કદાવલા સહિતનો સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. સૈયદ રુસ્તમ માતમના હોદેદારો દ્વારા સૈયદ બશીરમિયા રૂસ્તમવાલા અને સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ લધુમતી મોરચો ભાજપના બોદુંભાઈ ચોહાણ, મેમણ સમાજના અગ્રણી હમીદભાઈ ગોડીલ સલીમભાઈ શેખ અને પાલિકાના માજી ઉપપ્રમુખ મકબૂલભાઈ ગરાણાનુંઙ્ગ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમયે ધોરાજીના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ મકબુલભાઈ ગરાણા વિગેરે ધોરાજી પોલીસ તેમજ રાજકોટ જિલ્લા પોલીસની તેમને સારી કામગીરી કરવા બદલ બિરદાવ્યા હતા.

પોલીસ વડા બલરામ મીણા ધોરાજી શહેરમાં મુસ્લિમ વિસ્તારોમાં ફલેટ માર્ચ કર્યો હતો. સાથે જેતપુરના ડેપ્યુટી એસપી સાગર બાગમાર વિગેરે સ્ટાફ સાથે ધોરાજીના ત્રણ દરવાજાથી શહેરના તમામ મુસ્લિમ વિસ્તારોમાં ફલેટ માર્ચ કર્યું હતું.

રવિવારે સવારથી જ ધોરાજીમાં પોલીસ દ્વારા ફલેગ માર્ચ કરવામાં આવી હતી. અને સમગ્ર ધોરાજીમાં કાયદો અને વ્યવસ્થા કથળે નહીં તે બાબતે પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા.

(1:06 pm IST)