Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

પ્રકૃતિ અને પર્યાવરણના રક્ષણ માંજ વિશ્વનું કલ્યાણ છે: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી: દ્રોણેશ્વર ગુરુકુલના સંતો દ્વારા પ્રકૃતિ વંદનાના કાર્યક્રમ અંતર્ગત : મચ્છુન્દ્રી નદીનું પૂજન કરવામાં આવ્યું

ઊના. તા. 30 પ્રાચીન તીર્થ દ્રોણેશ્વર મહાદેવ અને દ્રોણેશ્વર ગુરુકુલના પરિસરમાં બિરાજિત કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સાનિદયમાં સંગ પરિવાર તથા HSSF GUJARAT દ્વારા આયોજિત અને શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિદયમાં પ્રકૃતિ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો.  જેમાં ઋષિતોયા મચ્છુન્દ્રીનું સંતો દ્વારા પંચોપચાર પૂજન કરી મચ્છુન્દ્રી નદીને કેસર જળથી અભિષેક કરી આરતી ઉતારવામાં આવી હતી.

     આ પ્રસંગે શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યુ હતુ કે પ્રકૃતિ આપણા જીવનની ધાત્રી છે પ્રકૃતિનું રક્ષણ અને પૂજન એ આપણો ધર્મ છે. પ્રકૃતિ અને પર્યાવરણના રક્ષણ માંજ વિશ્વનું કલ્યાણ છે. આ પ્રસંગે મત્છુંદ્રી નદીને કિનારે વૃક્ષોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. 

 

(2:04 pm IST)