Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ધોરાજીમાં અનરાધાર ચાર ઇંચ

ધોરાજી, તા.૩૧: ધોરાજીમાં રવિવારે સવારથી ધીમીધારે વરસાદનો પ્રારંભ થયો હતો જે આખી રાત અનરાધારે વરસાદ આવતા સવાર સુધીમાં ચાર ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે.

ધોરાજી તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ માઝા મૂકી છે ત્યારે ધોરાજીમાં પણ રવિવારે ધીમીધારે સવારે વરસાદ થયો હતો અને સાંજે ભારે વરસાદ આવતા આખી રાત અનરાધાર વરસાદની સાથે સાથે ચાર ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂકયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.આ સાથે નાયબ મામલતદાર નંદાણીયાભાઈ એ જણાવેલ કે ભાદર ૨ ડેમ આવેલ હોય અને ભાદર ૧ ડેમ નું પાણી નો ફ્લો આ વિસ્તારમાં આવતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા હતા તેમજ ધોરાજીમાં પણ ભારે વરસાદ હોય જેથી રાત આખી કંટ્રોલરૂમ ચાલુ રાખ્યો હતો ભારે વરસાદને કારણે શહેરમાં કોઇ મુશ્કેલી જોવા મળી નથી.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી જોવા મળ્યું હતું તે આ બાબતે પણ તંત્રને જાગતું રાખ્યું હતું.

હાલમાં સિઝનનો કુલ વરસાદ ૪૭ ઈંચ નોંધાયો છે.

(2:45 pm IST)