Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

રાજપીપળા ના યુવાન શિવરામ પરમાર નો લોકડાઉન ના લાઈવ કાર્યક્રમે તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન અપાવ્યું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : કોરોના કેહેર વચ્ચે કેન્દ્ર સરકારે જાહેર કરેલા લોકડાઉનનો.તમામ હસ્તીઓને પણ ઘરમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો લોકડાઉનને કારણે વ્યસ્ત જીવન ગુજરાત લોકોમાં નકારાત્મક વિચારો આવવા અથવા તણાવમાં આવી જવું એ સ્વાભાવિક બાબત છે. તો લોકોમાં નકારાત્મકતા ન આવે એ માટે મુંબઈના યુવા સંગીતકાર શિવરામ પરમારે કઈક અલગ કરવાનું વિચાર્યું.

સંગીતકાર શિવરામ સંગીતકાર બનવા રાજપીપળાથી મુંબઈ પહોંચ્યા હતા,અથાગ મહેનત અને ખરાબ દિવસો જોયા બાદ આજે શિવરામ ની મુંબઈમાં એક અચ્છા સંગીતકાર તરીકે ની ગણના થાય છે.લોકડાઉન દરમિયાન શિવરામે ફેસબુકના માધ્યમથી લાઈવ થઈ લોકોને સંગીતનું રસપાન પીરસવાનું શરૂ કર્યું અને એને પોતાનો નિત્યક્રમ બનાવ્યો.થોડાક જ દિવસોમાં રોજના હજારો લોકો શિવરામ પરમાર નું સંગીત સાંભળવા લાઈવ કાર્યક્રમમાં જોડાવા લાગ્યા. સતત 100 દિવસ કરતા પણ વધુ દિવસો સુધી શિવરામેં લાઈવ કાર્યક્રમ ચાલુ રાખ્યો.
તેમની4 લાઈવ કાર્યક્રમ એટલો પ્રચલિત થયો કે બાદમાં અન્ય ફિલ્મી કલાકારો અને સંગીતકારો એ પણ ફેસબુક પર લાઈવ થવાનું શરૂ કર્યું.

રાજપીપળાની ગલીઓમાંથી મુંબઈ પહોંચેલા શિવરામ પરમાર ની લોકડાઉન દરમિયાનના આ કામગીરી ને લોકોએ તો ઘણી બિરદાવી પણ સાથે સાથેવઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ 2020માં પણ સ્થાન મળ્યું છે.આમ શિવરામ પરમારને ફેસબુક પર 100 લાઈવ થીમ આધારિત કોન્સર્ટ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ 2020માં સ્થાન પામી છે.જેમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી તેમને પ્રશંસા પત્ર અને એક શિલ્ડ એનાયત થયો છે.જે ખરેખર રાજપીપળા માટે ગૌરવની વાત છે.

(5:48 pm IST)