Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રસ્તો ઓળંગતી મહિલાને બાઇકે હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા:કિશનવાડી શંકર ભગવાનના મંદિર પાસે રસ્તો ઓળંગતી મહિલાને બાઇકસવારે અડફેટે લેતા મહિલાને માથામાં ગંભીર ઇજા પહોંચી છે. જેને વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જવામાં આવી છે. વારસિયા પોલીસે પોકેટ કોપ એપ્લીકેશનના આધારે આરોપીને ઝડપી પાડયો છે

કિશનવાડી રામ ફળીયામાં રહેતો કમલેશ મનુભાઇ માછી ટુ-વ્હીલરના વર્કશોપમાં ગાડીઓની સર્વિસનું કામ કરે છે. ગઇકાલે સાંજે સાત વાગ્યે નોકરીએથી છુટીને કમલેશ ઘરે ગયો હતો. તેની માતા શંકર ભગવાનના મંદિરે ગઇ હોવાની જાણ થતા કમલેશ મંદિરે ગયો હતો.  મંદિરમાં બેઠેલી માતા મધુબેનને મળીને કમલેશ ''હું ઘરે જઉ છું'' તેમ કહીને નીકળ્યો હતો. વારસિયા પોલીસે પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનના આધારે બાઇકના ચાલક ધવલ કાશીરામ ભરવાડને ઝડપી લઇ બાઇક કબજે લીધી છે. ઉલ્લેખનીય છે કે આરોપીને પણ હાથ અને પગ પર ઇજા પહોંચી હતી. 

(6:06 pm IST)