Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં સીબીઆઈની રિયા અને તેના ભાઈની પૂછપરછ

દિલ્હીની કલીના ફોરેન્સિટક લેબોરેટરીમાં વિસેરાનો ટેસ્ટ થયો હતો

નવી દિલ્હી, તા. ૨૮ : એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં વિસેરા રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમાં કોઈ પણ પ્રકારનો નશીલો પદાર્થ કે ઝેર મળી આવ્યું નથી. દિલ્હીની કલીના ફોરેન્સિટક લેબોરેટરીમાં અંગેનો ટેસ્ટ થયો હતો. મુંબઈ પોલીસે જે વિસેરા રિપોર્ટ આપ્યો છે તે નેગેટિવ હોવાનું જાણવા મળ્યું છે. વિસેરા રિપોર્ટ નેગેટિવ આવ્યો તેનો અર્થ થયો કે સુશાંતે તો ઝેર પીધું હતું તો તેણે કોઈ ડ્રગ્સનું સેવન કર્યું હતું.

લેબોરેટરીના જણાવ્યા પ્રમાણે વીસ ટકા વિસેરાનો ટેસ્ટ કરો તો પણ ખબર પડી જતી હોય છે કે તે પોઝિટિવ છે કે નેગેટિવ. બીજી તરફ, સીબીઆઈએ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકની પૂછતાછ કરી હતી. રિયાની પણ પૂછતાછ થઈ રહી છે. રિયાની સંપૂર્ણ તપાસ થઈ જાય પછી કેસમાં વધુ જાણકારી મળી શકે છે તેમ સૂત્રોએ કહ્યું છે. સુશાંતે આત્મહત્યા કરી લીધી તે પછી કેસ મુંબઈ પોલીસ તપાસી રહી હતી પણ તેના પિતાએ બિહારમાં ફરિયાદ કરતાં અને મામલે ઉહાપોહ કરાતાં અંતે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી.

(8:25 am IST)