Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ભારતમાં સરેરાશ પગાર રૂ.૩૨૮૦૦: સ્વીસ રૂ.૩,૦૦,૯૦૦: અમેરિકા ત્રીજા સ્થાને

માસિક આવકની યાદીમાં ભારત ૧૦૯માંથી ૭૨માં સ્થાને

નવી દિલ્હી, તા.૨૯: ભારત સરેરાશ માસિક આવકમાં ૧૦૯ દેશોની યાદીમાંથી તળિયે ૭૨માં સ્થાને છે. ભારતમાં સરેરાશ માસિક આવક ઈં ૩૨,૮૦૦ છે.

આ યાદી Picodi.com નામની ડિસ્કાઉન્ટ કુપન આપતી વેબસાઈટ દ્વારા તૈયાર કરાઈ છે.

આ યાદીમાં સ્વિત્ઝરલેન્ડ ટોચના સ્થાને છે જયાં માસિક સરેરાશ આવક રૂ.૪,૪૯,૦૦૦ છે જયારે સૌથી તળિયાના સ્થાને કયુબા છે જેની માસિક સરેરાશ આવક ઈં ૨૭૦૦ છે.

ત્રીજા ક્રમે અમેરિકાનું સ્થાન છે જયાં નાગરિકોની માસિક સરેરાશ આવક રૂ.૨,૬૪,૯૦૦ છે. આ યાદીના ટોપ ટેનમાં ડેનમાર્ક, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, કતાર, નોર્વે, હોંગ કોંગ અને આઈસલેન્ડનો સમાવેશ થાય છે.

ભારત કરતા ઓછી માસિક સરેરાશ આવક ધરાવતા દેશો

ભારતની માસિક સરેરાશ આવક ઈં ૩૨,૮૦૦ કરતા ઓછી આવક ધરાવતા દેશોમાં કઝાકિસ્તાન (ઈં ૩૨,૭૦૦) બ્રાઝિલ (ઈં ૨૬,૦૦૦) ઇજિપ્ત (૧૬,૪૦૦) જેવા દેશોનો સમાવેશ થાય છે.

સૌથી તળિયાના દેશો કયુબા, યુગાન્ડા અને નાઈજીરિયા છે જયાં માસિક સરેરાશ આવક રૂ.૨,૭૦૦ થી રૂ.૧૩,૮૦૦ના વચ્ચે છે.

એશિયાના દેશોની જો વાત કરવામાં આવે તો તેમાં ભારત ૧૬ દેશોમાંથી ૧૦માં ક્રમે હતું જેમાં ભારતથી આગળના દેશો સાઉથ કોરિયા (ઈં ૧,૭૨,૯૦૦) ચીન (રૂ. ૭૨,૧૦૦) મલેશિયા (૬૨,૭૦૦) થાઈલેન્ડ (રૂ.૪૬,૪૦૦) વગેરે હતા.

એશિયામાં ભારતથી પાછળના દેશો વિયેતનામ (ઈં ૩૦,૨૦૦) ફિલિપિન્સ (રૂ. ૨૩,૧૦૦) ઇન્ડોનેશિયા (રૂ.૨૨,૯૦૦) અને પાકિસ્તાન (રૂ.૧૫,૭૦૦) છે.

(10:16 am IST)